________________
(ર
)
( જાકુ જ્ઞાન કળા ઘ૮ ભાસી
પ્રભુ પ્રત્યે સતત વહેતો પ્રેમ એ પરાભક્તિ છે
શંકરાચાર્યજીએ કહ્યું: ‘જુદા-જુદા ડુંગરો પરથી નીકળી અલગ અલગ માર્ગે નદીઓ સાગરને મળે છે. સાગરને મળવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નદીઓને હોતો નથી. એવી જ રીતે જ માણસની પ્રેમની ધારા પ્રભુ પ્રત્યે સતત વહે છે, ક્યારેય ખંડિત થતી નથી તેને પરમભક્તિ કહેવાય છે. એ ભક્તિમાં કામના નથી હોતી. એવી જેની ભક્તિ છે તેવી ગોપી કહે છે : 'વ્રજ વહાલું રે વૈકુંઠ નથી જાવું.' તો મીરા કહે છે : “મને ચાકર રાખોજી.’ આવી ભક્તિ જેને મળે છે તેને એ સિવાય બીજું કશું જોઇતું નથી. દુઃખને પ્રભુ પ્રસાદ ગણી સ્વીકારો
સદા પરમાત્મ પ્રેમમાં રત રહેતા નરસિંહ મહેતા પાસે અનેક સિદ્ધિઓ હોવા છતાં તેનો ઉપયોગ એમણે નથી કર્યો. એ માટે એમણે કહ્યું કે : “ પ્રભુકૃપાએ જે સ્થિતિ મને મળી તેમાં કષ્ટ હોય તો પણ તે પ્રભુ પ્રસાદ છે, માટે મને તે સ્વીકાર્ય છે. પરાભક્તિની અવસ્થા આવી હોય છે. માણસ થોડીક ભક્તિ કરે, સંકિર્તન કે પૂજા-પાઠ કરે અને માનીલે કે એણે ખૂબ ભક્તિ કરી નાખી. એ ભ્રમ છે, ભક્તિ નથી. ભક્તિના આંદોલનો વિકારોને કાઢે
કૂલમાં સુગંધ છે, વાયુના સહારે પ્રસરીને એ સુગંધ નાક સુધી પહોંચે છે. એવી જ રીતે ભક્તિમાં તન્મય બનવાથી એ યોગ બને છે, પ્રેમ બને છે. એ ભક્તિની–પ્રેમની-સુગંધ (એના આંદોલનો) આત્મામાં પ્રસરી જાય છે. ત્યારે એ આંદોલનો રાગ-દ્વેષ વગેરે જે વિકારો આત્મા ઉપર છવાઈ ગયા છે તેને સમાવી દે છે, દૂર કરે છે. આ વાત કબીર, રામકૃષ્ણ પરમહંસ, મા આનંદમયી જેવા સંતો હજારો વર્ષથી કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org