SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૮) જ્ઞાનદષ્ટિ સંતકૃપાથી મળે જ્ઞાનદષ્ટિ લુપ્ત થવાથી દેહાભિમાન થાય છે. તે બુદ્ધિને પણ અસર કરે છે. બુદ્ધિ કર્મ કરવા તરફ હોય છે અને કર્મમાં આસક્તિ હોય છે. તેથી તેમાં વ્યગ્રતા ઉત્પન્ન થાય છે. કપિલજી માતાને કહે છે ઃ મા, જીવાત્માને જ્ઞાનદિષ્ટ સંતકૃપાથી જ મળે છે. પણ એનો કોઇ પુરાવો દેખાતો નથી, જેમ કેરીમાં રસ અને ફૂલમાં સુગંધ કેવી રીતે પ્રવેશે છે તેનો કોઇ જવાબ નથી. હે મા, પરમાત્મા તરફ પરમભક્તિ થવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનની અંદર અનુભૂમિ થાય છે. વાંચીને, સાંભળીને થતું જ્ઞાન ઉછીનું-ઉધારનું- ગણાય, તે તમારી પોતાની સંપત્તિ નથી. તે જ્ઞાનથી વાસના-વિકલ્પો જતાં નથી, ભય- મૂંઝવણ ઓગળતાં નથી, પરંતુ સંતકૃપા કે ભક્તિથી પ્રગટેલા જ્ઞાનની હાજરીમાં વાસના, વિકલ્પો, ભય, મૂંઝવણ રહી શકતાં નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ અહીં કપિલજી કોઇ ચોક્કસ અવતાર કે તીર્થંકરનું નામ નથી કહેતા પણ પરમાત્માનું કોઇ પણ નામ લેવાનું કહે છે, ઓમ્નો જપ કરવા કહે છે. જેમ નરસિંહ મહેતા કહે છે કે : ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે.’ એટલે કે પરમાત્માના અનંત રૂપો છે તેમાંથી કોઇ પણ એકને ભજે છે તે હરિને પરમાત્માને જ ભજે છે અને એ ભક્તિથી જ્ઞાન પ્રગટે છે. ભાગવતનો સંદેશ અંતે તો હેમનું હેમ હોયે લાઓત્સે કહે છે, ‘અનામ છે તેનું નામ, અરૂપ છે તેનું રૂપ આવો તે પરમાત્મા વિચિત્ર છે. જેમ ‘ઘાટ ઘડીયા પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોય.’ એમ નરસિંહ મહેતા કહે છે. પિતા બાળકોને લઇ મેળામા ગયાં. ત્યાં સાકરના બનાવેલાં હાથી, ઘોડો, કૂકડો, પોપટ, વાંદરો, વગેરે પ્રાણીઓનાં રમકડાં હતાં. બધું ઘરે તો લાવ્યા પણ છોકરાં તો મારે આ જોઇએ તે જોઇએ કહી ઝઘડવા માંડયા. પિતાએ બધા જ રમકડાં એક તપેલામાં નાખી તેમાં પાણી નાખી ઓગાળી નાખ્યાં, પછી બધાં જ બાળકોને પ્યાલામાં તે શરબત પાયું. એ જ રીતે ‘હરિ તારાં નામ છે હજાર ક્યા નામે લખવી કંકોતરી’ જેવું થાય ત્યારે તેનું કોઇ પણ નામ લેવાથી તે હરિને- પરમાત્માને જ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy