________________
ભાગવતનો સંદેશ
(૯૦) ત્યાં ઇન્દ્રિયો જાય છે. ઇન્દ્રિયોને રોકવી હોય તો મનને વિષયો તરફથી વાળવું પડે. માણસ મંદિરે જાય ત્યારે ભગવાનના દર્શન માટે દસ-વીસ સેકંડ આપે છે અને ડાફોળીઆ પંદર-વીસ મિનિટ માટે છે. આ આદતને દૂર કરવાની સાધના ‘પ્રત્યાહારી છે. વિષયો તરફ જતી ઇન્દ્રિયોને રોકી આત્મા તરફ વાળવાની પ્રક્રિયાને પ્રત્યાહાર કહેવાય છે. આ પ્રયાસ વારંવાર કરવો પડે. અભ્યાસથી એ થઈ શકે છે. જ્યારે એ થાય છે ત્યારે શરીર અને મન બંનેમાં શાંતિ ફેલાઈ જાય છે. પછી મનને સગુરુએ આપેલ મંત્રમાં, ઓમાં, નવકારમાં, પરમાત્માના કોઈ પણ નામમાં કે ભગવાનના ફોટા કે મૂર્તિમાં સ્થિર કરો. અથવા તો મનને કપાળ વચ્ચે-બે આંખો વચ્ચે, નાકના ટેરવે અથવા હૃદયમાં સ્થિર કરો.થોડાક અભ્યાસથી આ થશે. આ સ્થિરતા મળ્યા પછી મન શાંત થઈ જશે પછી એ મનમાં વિકલ્પો ઊઠશે નહિ. અને મન શાંત થતાની સાથે જ શરીર પણ સ્થિર થઇ જશે. ધ્યાનાગ્નિ વિકારોને બાળે
આત્મા ઉપર જન્મો જન્મથી માણસે મેલ ચઢાવ્યો છે. તેને ધ્યાન વડે દૂર કરવાનો છે. તે માટે સાધકે ધ્યાનાગ્નિ ઉત્પન્ન કરવાનો છે. જેમ અગ્નિમાં સોનું નાખો તો તેમાં રહેલી બીજી ધાતુ બળી જાય છે અને પછી શુદ્ધ કુંદન સ્વરૂપે સોનું રહે છે તેમ મનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર બળી જઈ ખતમ થઈ જઈ મન શુદ્ધ થઈ જાય છે. એથી આત્મા પણ શુદ્ધ થઈ જાય છે. પછી મન આત્મામાં લીન થઇ જાય છે, પરમાત્મામાં તેનો લય થઇ જાય છે. આને સમાધિ અવસ્થા કહેવાય છે. આવો છે કમ સ્વરૂપાનુભૂતિનો વિકલ્પ ન કરો તો મન નિર્મળ
નદી કે તળાવનું પાણી છે તો નિર્મળ પણ તેમાં ઢોર પડ્યા તેથી તે ડહોળું થયું છે. જો નદી-તળાવમાં એક પણ પશુન ઊતરે તો પાણીમાં રહેલો કચરો ધીમે ધીમે નીચે બેસી જાય છે અને ઉપર નીતર્યું પાણી-નિર્મળ પાણી રહે છે. જેમ ખાણમાંથી નીકળેલ સોનું અશુદ્ધ હોય છે તેના ઉપર પ્રક્યિા થયા પછી તે શુદ્ધ થાય છે, તેવું જ મનનું છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org