SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫) ઓમકારની સાધના-() ) ( ભગવાન હૃદયમાં છે. અંતરાત્મા, પરમાત્મા, શુદ્ધ જીવાત્મા અને ઓમકાર એ ચાર શબ્દોમાં તમામ સાધનાઓ સમાઇ જાય છે. ભલે સાધનાના અનેક શાસ્ત્રો હોય. અંતરાત્મા એટલે અંદર (શરીરની) રહેલો આત્મા. જેને તમે જોવા ઇચ્છો છો પણ જોઇ શકતા નથી. તેનું કારણ એ છે કે તમે તેને બહાર શોધો છો પણ એ તો અંદર છે. અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું: પ્રભુ, તમે કયાં રહો છો?” શ્રીકૃષ્ણે કહ્યું: ‘અર્જુન હું તારા હૃદયમાં રહું છું. માણસ પ્રભુને બહાર શોધે છે મહેતાજીએ મુસાફરને ધર્મશાળાનો ઓરડો આપ્યો અને કહ્યું તમારો માલ-સામાન, કિંમતી વસ્તુ, કાળજીથી સાચવજો. મુસાફર પાસે નાનકડી કપડાંની પોટલી સિવાય કશું નહોતું. રાત્રે ચોર આવ્યા ખાંખાં ખોળા કર્યા પણ કાંઈ ન મળ્યું. ચોરોને પાછા જવું પડ્યું. સવારે મહેતાજીને વાત કરી. એ કહે તમારી પાસે કાંઇ ધન જ નથી? પેલો કહે છેને એ રત્નો સ્વરૂપે છે અને એ મારા મોંમાં રાખીને હું સૂઈ ગયેલો. એથી ધન જવાનો મને ભય જ નહોતો. એ જ રીતે આત્મા-પરમાત્મારૂપી ધન અંદર છે. એ મેળવવો સાવ સહેલો છે પણ માયામાં અટવાયેલો જીવ તેને બહાર શોધે છે તેથી તે મળતો નથી. તેનામય થાવ તો મળે પરમાત્માનું આત્મા-અંતરાત્મામાં લીન થવું એ સાધનાનો પ્રકર્ષ છે. પણ માણસ માયામાં ડૂબ્યો છે તેથી તેને પરમાત્મા દેખાતો નથી, મળતો નથી. ખરી વાત તો એ છે કે તમે તેનામાં લીન થાવ અથવા તમારામાં (અંતરાત્મામાં) તેને લીન કરો. તો તે પ્રાપ્ત થવો અતિ સુગમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy