________________
(૧૨)
ભાગવતનો સંદેશ
પતિઓ હતા. એટલે કરોડ રૂપિયા નહિ પણ કરોડો સોના-મહોરો તેમની પાસે હતી. એવા કોઈ કરોડ પતિએ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને કિંમતી ચાદર વહોરવા કહ્યું : પણ આચાર્યશ્રીને એક વૃદ્ધમાએ પોતાના હાથે સુતર કાંતીને બનાવેલી ચાદર આપેલી તે ઓઢતા હતા. ભલે એ ચાદર જાડી હોય. ખરબચડી હોય પણ તેના તાંતણે તાંતણે પેલી માતાનો પ્રેમ ભરેલો હતો. એમને મન પેલા કરોડપતિની અતિ કિંમતી ચાદર કરતાં માજીની આપેલી આ જાડી-ખરબચડી ચાદર અત્યંત મૂલ્યવાન હતી. તેથી પોતે ઓઢતા હતા એ જ ચાદર રાખી. ધનવાનની બીજી ચાદર એમણે ન સ્વીકારી. સર્વમિત્ર બનો
ભાગવત કહે છે : તમારી પાસે અઢળક ધન ભલે હોય પણ તમે ક્યારે પણ તોછડાઈ, અવિનય, રુક્ષતાથી ન વર્તો. પણ નમ્રતાથી, વિનયથી, વિવેક અને પ્રેમથી વર્તો. ઘરમાં વડીલો, બહારના કોઈ સજજનો શુભભાવના વશ કોઈ વાત તમને કહે તે પ્રેમથી સાંભળો. એમની દુઃખ-સુખની વાત પણ તમે સાંભળો-શ્રવણે જેમ માતા-પિતાની સેવા કરી તેમ તમે બીજાની સેવા કરો. સર્વના મિત્ર બનો. તમારા મનમાં મમત્વ કે મારાપણાનો ભાવ ન રાખો. આ ભાવ જેટલો અંદર હોય તેટલો બીજા પ્રત્યે પ્રેમમાં અવરોધ કરે છે. એ સામાન્ય વ્યવહારમાં જેટલો નડે છે એના કરતાં પણ સાધના કરવામાં વિશેષ નડે છે. સમાજ માટે ઘન વાપરો
- પૃથ્વી ઉપર ઉત્પન્ન થતું અનાજ, ખનીજ, પાણી, ઔષધ, અચાનક પ્રાપ્ત થતું ધન તમને મળે છે તે તમારી આવડતથી નહિ પણ ભગવત કૃપાથી મળે છે તેમ માનો. અને તેથી તે વસ્તુઓ તમારી નહિ પણ પરમાત્માની છે તેમ માને અને તેનો ઉપયોગ પણ તમારા માટે મર્યાદિત રીતે કરી બાકી રહેલું ઘન-વસ્તુઓ સમાજ માટે, સાધુ-સંત માટે, દીન-દુઃખી માટે, અતિથિ માટે તમે ખર્ચો. ક્યારેક તમને એમ થાય કે મેં પ્રાપ્ત કરેલ આ ધન મારું છે. તો ફરી એ વિચાર આપજોકે ધન મેળવવા માટે પરમાત્માએ તમને નિમિત્ત બનાવ્યા. તમને તમારી જાત માટે એ ધન વાપરવાનો હક્ક માત્ર તમારી દેહ ભૂખ (જરૂર) જેટલો જ તેનાથી વધુ સંપત્તિને પોતાની માનવી તે ચોરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org