________________
(૨૦૨)
ભાગવતનો સંદેશ
પણ છૂપાવે છે. તેમ જેણે આ પરબ્રહ્મ રત્ન મેળવ્યું, અનુભવની તાળી જેને લાગી તે શબ્દમાં નહિ પણ સાનમાં સમજે છે અને સમજાવે છે. તેમનામાંથી પ્રગટ થતા આંદોલનો પાત્ર શિષ્ય ઝીલી લે છે, અને સમજી લે છે, ઉકેલી લે છે. શિષ્ય ગુરૂને આ ત્રણ અર્પણ કરે
આવા બ્રહ્મનિષ્ટ-શ્રોત્રિય સદ્ગુરુ પ્રાપ્ત કરીને તેમના ચરણમાં પાત્ર શિષ્ય ત્રણ વસ્તુઓ અર્પણ કરે. એ વસ્તુઓ જગતનો કોઈ પદાર્થ નથી, નાણું કે દશ્ય પદાર્થ નથી અને સદ્ગુરુને તે તરનું કોઇ લક્ષ્ય નથી. પણ શિષ્યને એવો આનંદ થાય છે કે સદ્ગુરુના ચરણોમાં હું એવું તો શું આપું જેનાથી તેમને આનંદ થાય અને મારા ઉપર કૃપા વરસાવે. જે ત્રણ વસ્તુઓ અર્પણ કરવાની છે તે આ છે. (૧) સ્વચ્છંદતા (૨) પોતાનો મત અને (૩) આગ્રહ. સદ્ગુરુ શિષ્યોના દોષ દૂર કરે છે
જૈન પરંપરામાં શિષ્યો પ્રભાત- વિધિ કરીને સદ્દગુરુ પાસે આવે અને પૂછે કે: ‘ગુરુદેવ, આજ આખા દિવસમાં મારે શું કરવું?” ત્યારે ગુરુ કોઈને શ્લોકો મોઢે કરવા કહે, કોઈને શાસ્ત્ર વાંચન કરવા કહે, તો કોઈને કાજો-કચરો કાઢવા પણ કહે. જે શિષ્યને જેની જેવી જરૂરી એવું કરવા કરે. શિષ્યો હોવા છતાં પણ જે કામ તેમને સોંપાયેલું હોય તે કામ તેમને જ કરવું પડે. તેમ કરવાથી તેમનામાં અહમ્ રહ્યો હોય તે ઓગળે કે બહાર આવે જ. આજ્ઞા પાળે તે કૃપા પામે
પોંડીચેરીના અરવિંદ આશ્રમમાં એક મોટા જજ આવેલા. એમણે માતાજીને કહ્યું: “મા, કામ આપો.' મા એ કહ્યું: જે લોકો જમી રહ્યા છે તેમના થાળી, વાડકા ઉપાડી સાફ કરો.’ એમને આવું કામ કરતા જોઇ ઘણાને આશ્ચર્ય થયું. પણ આ તો કામ કરતા જ રહ્યા. અને માની, શ્રી અરવિંદની કૃપાને એ પામ્યા. પણ જેઓને આવું કામ કરવું ન ગમે અને એ કામને બદલે બીજું કામ માગે તો તેમને સદ્ગુરુ કામ કરવાની ના નથી કહેતા, બીજું કામ પણ આપે છે. પણ બીજું કામ માંગનારનો અહમ્ ઓગળતો નથી માટે તેઓ જ્ઞાન પામી શક્તા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org