________________
(3)
મન શુદ્ધિની પ્રક્રિયા
અહંકાર જાય તો જ્ઞાન કામ કરે
રાજા રહૂગણમાં અભિમાન અને અહંકાર હતાં તો બીજા સદ્દગુણો પણ હતાં. ધન, સત્તા અને રૂપના કારણે આવતો અહંકાર જ્ઞાનથી નિર્મળ થાય છે, પણ જ્ઞાનના કારણે આવતો અહંકાર વધુ ચીકણો હોઈ એને કાઢવો અતિ કઠિન હોય છે. અહંકાર માણસમાં ઉન્મતતા લાવે છે, એ જ્ઞાની પાસે જવા દેતો નથી તેમનો મેળાપ થવા દેતો નથી. મેળાપ થાય તો શાની સાથે વિવેકથી રહેવા દેતો નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાની પાસે જ જવું પડે. અહવાળી વ્યક્તિને જ્ઞાની પાસેથી લીધેલું જ્ઞાન પચતું નથી. જ્ઞાન જ જ્ઞાનને પચાવે છે માટે જ્ઞાની પાસે જનાર માણસ મુમુક્ષુ હોવો જોઇએ. મુમુક્ષુ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સદ્ગુરુની આજ્ઞા અને માર્ગદર્શન પ્રમાણે વર્તવાનો જેનો નિશ્ચય છે તેવો. જ્ઞાની પાસે જનાર માણસને જ્ઞાની પ્રત્યે આદર હોવો જોઇએ. આદર હશે તો જ્ઞાની કહેશે તે વાતનો સ્વીકાર થશે, તે નમ્રતા લાવશે અને તેને પરિણામે તેનામાં રહેલો સૂક્ષ્મ અહંકાર પણ જશે, તેથી તેને જ્ઞાન પચશે. સત્પષ પાસે જનાર માણસે આ વાત અવશ્ય જાણવી જોઇએ. મન શુદ્ધ થાય તો જ્ઞાન પચે
શાસ્ત્રો વંદન-નમન ને સાધનાની પ્રથમ ભૂમિકા કહે છે. કારણ વંદન અહમેને ગાળે છે. અને એટલે જ નમસ્કાર મહામંત્રને અહમ્ ગાળવા માટે ઉત્તમ ગણ્યો છે. એ મંત્રમાં પરમાત્માને, સિદ્ધોને, જ્ઞાનીને, સાધુને નમસ્કાર કરવામાં આવ્યા છે.
આત્માની સાથે મન તો છે જ. આત્મા છે માટે સાથે જ્ઞાન પણ આવે છે અને નવા જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. પરંતુ એ જ્ઞાન અશુદ્ધ છે કારણ કે મનને અહમ્ વળગે છે, જે જ્ઞાનને શુદ્ધ થવા દેતું નથી. મન શુદ્ધ થાય, અહમ્ જાય તો જ જ્ઞાન પચે. ખરેખર તો મનની એકાગ્રતા થાય, મન શુદ્ધ થાય તો પણ મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org