________________
પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજની
જીવન ઝરમર
જન્મ; દીક્ષા અને અભ્યાસ
આ મહાપુરુષનો જન્મ તા. ૬ – ૭–૧૯૩૧ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના પુણે (પુના) શહેરમાં એક મહારાષ્ટ્રીયન જેન કુટુંબમાં થયો હતો. મરાઠી છે ધોરણનો અભ્યાસ કર્યા પછી માત્ર ૧૨ વર્ષની નાની વયે તેમણે માતા-પિતાની સાથે પ.પૂ. પ્રભવચંદ્રસૂરીજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. જેન સમાજ ધણા પ્રેમ અને શ્રદ્ધાથી પોતાના સાધુ સમાજને જ્ઞાનોપાસનાની સગવડ આપે છે એવી સગવડ પૂજ્ય મુનિશ્રીને પણ મળી હતી. તેમણે માગધી અને સંસ્કૃત ભાષાના અભ્યાસ સાથે ન્યાયશાસ્ત્ર, જૈન ધર્મશાસ્ત્રો અને વિવિધ દર્શનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો અને તેમાં પારંગત થયા. અનોખું દર્શન
માત્ર ૧૭ વર્ષની નાની ઉંમરથી તેમણે ધર્મશાસ્ત્રો ઉપર જાહેર પ્રવચનો આપવા માંડ્યાં અને જોતજોતામાં બાલમુનિ તરીકે તે વખતના મુંબઈ રાજ્યમાં પ્રસિદ્ધ થયા અને મહારાષ્ટ્રમાં જન્મેલ આ સંતે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. જેને પરંપરામાં ઉછેર અને જૈન તત્ત્વ-દર્શન પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હોવા છતાં, અન્ય દર્શનશાસ્ત્રો પ્રત્યેનો તેમનો દષ્ટિકોણ અનેકાન્તવાદના પાયા પર હોવાથી તેઓશ્રી સાંપ્રદાયિક સંકુચિતતાથી મુક્ત રહ્યા. પૂ. મુનિશ્રીની દષ્ટિએ પરિભાષાના ભેદ સિવાય કોઈ પણ ભારતીય દર્શનમાં ઝાઝો ભેદ નથી. પરંતુ ‘ધર્મ અને સંપ્રદાય વચ્ચે ઝાઝું અંતર છે. ધર્મ સ્વયંભૂ છે, જ્યારે સંપ્રદાય વ્યક્તિ નિર્મિત છે. તેથી સંપ્રદાય વિના ચાલે, પણ ધર્મ વિના ન ચાલે. માનવ જીવનમાં નીતિ અને શીલનાં મૂલ્યોની પૂરેપૂરી જાળવણી સાથે આધ્યાત્મિક્તાનો રંગ લાગે તે માટે તેમનો સઘળો પુરુષાર્થ છે. કર્મક્ષેત્રઃ સર્વમંગલમ્ આશ્રમઃ સાગોડિયા
આજથી ૪૩ વર્ષ પહેલાં મુનિશ્રીના અંતરમાં મંથન નિરંતર ચાલતું હતું કે પોતાને લાધેલ જ્ઞાનનો ઉપયોગ બહુજન હિતાય કેવી રીતે કરવો? આ વખતે ઉત્તર ગુજરાતના કેટલાક અગ્રણીઓએ પૂ. મુનિશ્રીને વિનંતી કરી કે તેઓ શિક્ષણકાર્યમાં રસ લે. આમાંથી જૂન-૧૯૬૬માં સર્વમંગમ આશ્રમ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org