________________
(૦૪)
ભાગવતકો સદેશ
ગુરુકૃપાએ જ્ઞાન મળે
સૂર્યનો ઉજાસ આવતાં. અંધકાર દૂર થાય તેમ હે પુત્ર! તમારી કૃપા થાય તો મારો અંધકાર જાય. વિષયોના કારણે આ શરીર તે જ હું એમ અનુભવી રહી છું. શરીરથી હું એક જુદું જ તત્ત્વ છું તે મને નથી પકડાયું. જેમ તલવાર
મ્યાન, ફૂલ-સુગંધ જુદાં છે તેમ શરીર-આત્મા પણ જુદાં છે એ મેં જાણ્યું છે, પણ શરીર સાથે મારું તાદાભ્ય થયું છે તેથી શરીર એ જ હું એમ માનું છું. એ કારણે શરીરથી હું એટલેકે આત્મા જુદો છે તે અનુભવાયું નથી. દેહને વળગીને જે રહ્યાં છે તે મારાં છે તેવું મમત્વ મને બંધાયું છે. તેથી મને તેનો દુરાગ્રહ થયો છે. ઝાડ ગમે તેટલું મોટું, જૂનું હોય તો પણ કુહાડાથી એને કાપીને દૂર કરી શકાય છે, એમ તમારા જ્ઞાનના ધારદાર કુહાડાથી મારા અજ્ઞાનરૂપી અંધકારને છેદીને તમે દૂર કરી શકો છો. ચિત જડ ગ્રંથિ
તમારા રચેલા “સખ્ય દર્શન’માં તમે કહ્યું છે કે પુરુષ (આત્મા) અને પ્રકૃતિ (દેહ) એ બન્ને જુદાં છે. જો તે જુદાં જ છે તો છૂટાં પડે જ ને. અંદરનો આત્મા અને શરીર એક જ છે એવી ભ્રમણા મને થઈ છે. તેથી હે પુત્ર! મારાથી ધર્મ-ધ્યાન થતાં નથી. આત્મા અને શરીર એક જ છે એવું માનનારી બુદ્ધિને હે કપિલજી! તમે ચિત-જડ-ગ્રંથિ કહો છો. આવું માનનારો માણસ મરવાની ક્ષણ સુધી પોતાનું વેર છોડી શક્તો નથી.’ ધરતી ઉપરનું આશ્ચર્ય
ધર્મરાજને યક્ષે પૂછ્યું: ‘આ ધરતી ઉપરનું આશ્ચર્ય કર્યું? ધર્મરાજે કહ્યું ‘કાળ જીવોને સતત મારી રહ્યો છે તેવું જોવા છતાં હું નથી મરવાનો એવું માણસ માને છે એ મોટું આશ્ચર્ય છે.” હે જ્ઞાની પુત્રી શરીર-આત્મા બન્ને જુદાં છે તેવું જ્ઞાન શ્રવણ કરવાથી, વાંચન કે રટણ કરવાથી નથી થતું. પરંતુ હે કપિલ મુનિ!મને તમેકૃપા કરીને એ જ્ઞાન આપો.’ આમદેવહુતિએ પોતાનો શરણાગત ભાવ કપિલજી આગળ વ્યક્ત કર્યો. જ્ઞાની કપિલજી માની અવસ્થા જોઇ મનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org