________________
(૩૨)
ભાગવતતો સદેશ
ગુણોનું શમન કરવાનો ઉપાય દેખાય. જન્મ-મરણ ટાળવાનો ઉપાય જણાય. એકંદરે તો નારદજીએ જ વ્યાસજીને આ અનુભવ કરાવ્યો ગણાય. કારણ વ્યાસજી નારદજીએ આપેલા બોધ પ્રમાણે જ આગળ વધ્યા હતા. નારદજીએ સુતજીને એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે : “ મનની શુદ્ધતા થયા પછી પરમાત્મ ભક્તિ કરવાથી ત્રિગુણાતીત થવાય છે, જન્મ-મરણ ટળે છે. શ્રવણથી ત્રણ દોષો જાય
જૈન પરંપરામાં કહ્યું છે કે : ‘શ્રાવક એટલે જ્ઞાની પુરુષોના મુખેથી વિધિપૂર્વક જે શ્રવણ કરે છે તે.' સાંભળવું અને શ્રવણ એ બન્ને જુદાં છે. શ્રવણથી પરમાત્મા પ્રત્યે પ્રેમ ઉપજે છે. અને પ્રેમથી શ્રવણ કરનાર જીવના શોક, ભય અને મોહ નષ્ટ થઈ જાય છે. જે માણસ આવી રીતે ભાગવત સાંભળે છે તેનામાંથી આ ત્રણ દોષો જાય છે. આત્મરમણતા માટે શ્રવણ ઉત્તમ સાધન
વ્યાસજીએ ભાગવતની રચના કર્યા પછી સૌ પ્રથમ પોતાના પુત્ર શુકદેવજીને તેની કથા કહી. એક જ વકતા અને એક જ શ્રોતા. નિરપેક્ષ શુકદેવજી પરમાત્મ પરાયણ છે. એમને ભાગવત સાંભળવાની શી જરૂર? આપણને આવો પ્રશ્ન થાય જ. એનો જવાબ એ છે કે આવી સાધક વ્યક્તિઓ નિરંતર આત્મામાં જ રમણ કરતી હોય છે. જ્યારે એ રમણતા ન હોય ત્યારે અંદરની વૃત્તિઓ જાગી ઊઠે તે વખતે તેને વિષયો તરફ નહિ જવા દઈ તેઓ પરમાત્માનું ચિંતન-મનન કરે છે. અને એમ કરતાં કરતાં ફેર પાછા આત્મામાં રમણતા કરવા માંડે છે. પરમાત્માના ગુણો ગાયા વિના નથી રહેવાતું
આ જ્ઞાનીઓ પરમાત્માની નિહેતુક ભક્તિ કરે છે. એમને કશું પણ પામવાની ઈચ્છા નથી હોતી છતાં. તેનું કારણ એ છે કે પરમાત્માના ગુણો એવા તો મધુર છે કે એને ગાયા સિવાય તેમનાથી રહી શકાતું જ નથી. પરમાત્માનું અતિ પ્રિય પાત્ર એવા શુકદેવજી પિતા વ્યાસજીના ચરણમાં બેસીને ભાગવતનું શ્રવણ કેવળ આજ કારણે કરે છે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org