________________
(૧૧૪)
ભાગવતનો સંદેશ ‘અસંગના ધારદાર શસ્ત્રથી આસક્તિના તાંતણાને કાપી નાખો. પણ તેવું કરવામાં મોટું સાહસ જોઇએ. જે આ તાંતણાને કાપી શક્યા તે પાર પામી ગયા. આસક્તિની જાળમાં માણસ મરે છે.
રાવણ દુઃખી હતો સીતાજી તરફની તેની આસક્તિના કારણે પણ સીતાજી દુઃખી નહોતા કેમ કે તેમને રાવણ તરફ આસક્તિ નહોતી. વસ્તુ માણસને નથી બોલાવતી, માણસ વસ્તુ તરફ જાય છે. ધરેણાં જોવા બહેનો જાય છે. ધરેણાં સામાં બહેનો પાસે નથી આવતો. બહેનો ધરેણાં, નવાં કપડાં પહેરીને સુખમાં રાચે છે. કોઈ તેને એ ધરેણાં-કપડાં માટે પૂછે તેવું ઈચ્છે છે. જો કોઇ એ વિષે પૂછે તો તે કૂલાય છે. નપૂછે તો તે મનમાંબળે છે. આસક્તિ આવું કરાવે છે. કરોળીયાની જાળ બનાવવાની ફેકટરી તેના મોંમાં જ હોય છે. તેને કોઇ બહારની ધેરીની જરૂર નથી પડતી. જાળ એ જ બનાવે અને એ જ જાળમાં છેવટે એ જ મરે છે. એવી જ રીતે આસક્તિની જાળ માણસ ઊભી કરે છે અને એમાં ફસાઈને એમાં મરે છે. આસક્તિમાંથી ભવપીડા જન્મે છે
ભરતજીને હરણ તરફની આસક્તિ ખૂબ હતી તેથી એ નિત્ય-નિયમ ચૂક્યા. ધ્યાનમાં બેસતાં જ પેલું હરણનું બચ્ચું યાદ આવે. અને ધ્યાન તૂટે. ખૂબીજુઓ એમણે વિશાળ રાજ્ય, મહેલો, વૈભવ પત્નીઓ, સંતાનોને છોડ્યાં પણ હરણનું એક નાનું બચ્ચું એ ન છોડી શક્યા. આમ થવાનું કારણ શુકદેવજી રાજા પરિક્ષીતને કહે છે કે : “ભરતજી શાસ્ત્રજ્ઞાની હતા, તપસ્વી હતા પણ તેમની આત્મ શુદ્ધિ નહોતી થઈ, આત્મજ્ઞાન એમને પ્રાપ્ત થયું નહોતું. એટલે જ તેઓ આસક્તિમાં ફસાયા. પરિણામે જ્યારે હરણના બચ્ચાનો દેહ છૂટ્યો ત્યારે ભરતજીને તેની અસહ્ય પીડા થઇ. આસક્તિમાંથી માયા, તેમાંથી મોહ જમ્યો. માંથી થઈ જન્મ મરણની પીડા-ભવપીડા.' જીવનની પ્રત્યેક પળે પરમાત્મ ચિંતન કરો
સમુદ્રનાં જોરદાર મોજામાં લાખો ટનની સ્ટીમર તણાઈ જાય છે, તૂટી જાય છે, ડૂબી જાય છે. એવી જ રીતે આસક્તિનું જમ્બર મોજું આવે છે ત્યારે મોટામોટા તપસ્વીઓ, શાસ્ત્રોતણાઈ જાય છે. અને તેથી જ ભગવાન શ્રીકૃષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org