________________
(૫૪)
ભાગવતનો સંદેશ
વ્યક્તિનો કાબૂ નથી. તેથી જ “ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.' આવડા મોટા પુરુષ રામના રાજયાભિષેકના મૂહૂર્ત ઉપર તેમનો કાબૂ નહિ એ કેવું છે? રાજ્યના બદલે વનવાસ મળે છે, એ રધુનાથ પણ ટાળી શકતા નથી. સુખ-દુઃખ માણસ સાથે જડાયાં છે
સંયોગો ઉપર કર્યતંત્રની સત્તા છે. એ તંત્ર ઉપર માણસની સત્તા નથી ચાલતી. નરસિંહ મહેતા કહે છે: “સુખ દુઃખ મનમાં ન આણીએ રે ઘટ સાથે રે ઘડીયાં, ટાળ્યા તે કોઈનાં નવ ટળે રધુનાથના જડીયાં.’ તો કબીરજી કહે છે : ગર્ભમાં માણસના શરીરની રચના થતાં નવ-નવ માસ લાગે છે. તેની સાથે જ સુખ-દુઃખ જડાઈને આવે છે. એ સત્તા રધુનાથની કહો કે કર્મની કહો પણ એ ટળે તેવી નથી. કર્મ જીવને શોધી સુખ-દુઃખ આપે છે
અત્યારે, ભારતના ભૂતકાલીન રાજાઓએ વિધિ આધીન હવે હોટેલનો ધંધો શરૂ કર્યો છે. મહાભારતમાં મહર્ષિ વેદ વ્યાસે કહ્યું છે કે હજાર ગાયોમાંથી પોતાની માને વાછરડું શોધી કાઢે છે, તેમ કર્મ જીવને શોધી કાઢી તેની કરણી પ્રમાણે તેને સુખ-દુઃખ આપે છે. જ્ઞાની ચંદ બારોટ કહે છેઃ ‘ચંચલ નારી કા નન છૂપે નહિ, કર્મ છૂપે નહિ ભભૂત લગાયો.’ આમ સંયોગો ઉપર, માણસ ઉપર કર્મની સત્તા ચાલે છે. હકીકત આવી હોવા છતાં માણસ સંયોગો બદલ વાની કોશિશ કરે છે. અને કદાચ સંયોગો બદલાય તો એ માણસ વેત ઊંચો ચાલે છે, સંયોગો વાંકા ચાલ્યા તો તે દીન બની વાંકો વળી જાય છે. અનુકૂળતા સુખ નથી
અનુકૂળજીવન એ સુખ છે તેવું માનવું એ ભ્રમણા છે. કમ્ફર્ટેબલ લાઇફને સુખીનમાનશો. એરકંડીશન્ડ રૂમમાં બેઠેલો માણસ પોતાના હૈયાની બળતરાને દૂર નથી કરી શક્તો, શાંતિ નથી મેળવી શકતો, કારણ તેનું મન શાંત નથી. આવું ચારે તરફ જોવા છતાં માણસની મથામણ અનુકૂળ સંયોગો રાખવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org