SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ભાગવતનો સંદેશ - - - - - આ પુસ્તક વિષે કંઈ કહેવું એ મોરના ઇંડાને ચીતરવાનો મિથ્યા પ્રયાસ ગણાય. પુસ્તક પોતે જ બોલે એ પર્યાપ્ત છે. છતાં થોડુંક આચમન, પૂ.ગુરુજીના પોતાના શબ્દોમાં જ કરીએ. ભાગવત છે તો ભક્તિનો ગ્રંથ, પણ એમાં તત્ત્વની વાતોય છે. માનવ શરીર ચેતન-તત્ત્વ દ્વારા જ ઝળકે છે. ચેતન તત્ત્વ એ મૂળભૂત તત્ત્વ છે. જેની ચેતના પૂર્ણ પણે ખીલે તે “તીર્થકર’, ‘અવતાર કહેવાય. પ્રત્યેક વ્યક્તિમાં “તીર્થંકર’, ‘અવતાર' બનવાની ક્ષમતા પડી છે.” “ પૂજા, પાઠ, માળા, જપ, તપ એ ચેતન તત્ત્વને ખીલવવા માટે જ કરવાનાં છે. માટે માણસે પોતાના અસ્તિત્વને-ચેતન તત્ત્વને એ રીતે અખિલાઈમાં જોવાનું છે. ભગવાન કૃષ્ણ ગીતામાં એ જ કાન્તિકારી વાત કરી છે, “તારા આત્માનો ઉધ્ધાર તું જ કર.” ભગવાન મહાવીરે પણ કહ્યું છે, “આત્મા જ કર્મનો કર્તા છે અને તે જ કર્મ-મુક્ત બની શકે છે. ભાગવતે પણ કહ્યું છે. આત્મા જ આત્માનો મિત્ર છે, તેમ દુમન પણ છે, તેથી સુખ કે દુઃખ માટે તમે પોતે જ જવાબદાર છો.” ‘ભાગવતે એમ પણ કહ્યું છે કે “માણસ જ્યાં ઊભો છે ત્યાં જ સંવાદિતા ઊભી કરે. ચાર આશ્રમ-બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ પ્રમાણે જીવે અને છેલ્લે વનમાં જઇ ધ્યાનવસ્થામાં જ દેહનો ત્યાગ કરે.” આ ચાર આશ્રમોની વાત માત્ર ભારતના જ ધર્મગ્રંથોએ કરી છે, બીજા કોઈ ધર્મશાસ્ત્રોએ કરી નથી.” “વળી કહ્યું છે, “માણસ પોતાને જરૂરી એટલા જ અન્ન, વસ્ત્ર, રહેઠાણ, ઓસડની વ્યવસ્થા કરે. ધરતી અનાજ આપે, વર્ષ પાણી આપે, સૂર્ય પ્રકાશ આપે પણ માણસ પોતાની આવશ્યક્તા જેટલું જ લે. સંન્યાસી તો આમ જ જીવે છે. ગૃહસ્થ પણ આમ જ જીવવું હોય તો વિરક્ત બનવું પડે.” “અન્યની તુલનાએ તમે ગમે એટલા ઊંચા સ્થાને હો પણ સામાન્ય માણસ સાથેના વર્તાવમાં અહને વચ્ચેલાવશો નહીં, પણ પ્રેમ અને સ્નેહનેજ વચ્ચે લાવજો. એમની સાથે મધુરતાથી વર્તજો અને એમના જેવા નાના બની જજો.” ભાગવત કહે છે, ‘તમારી પાસે અઢળક ધન ભલે હોય, પણ ક્યારેય તોછડાઈ, અવિનય કે રુક્ષતા ન બતાવશો. નમ્રતા, વિનય, વિવકે અને પ્રેમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy