________________
ભાગવતતો સદેશ
(૧૮૯)
ભય છે તો ભક્તિ માર્ગમાં અહંકારને ઓગળવાની બાબત કેન્દ્રસ્થાને હોઈ અહંકાર અહીં આડો આવતો નથી. જ્યારે કર્મયોગમાં નિષ્કામ કર્મ કરવાની કળા જાણી લઈને કર્તાપણું મટાડવાની સાધના થાય છે. કુગુરુ ગોળ ફેરવશે
સંપ્રદાયોમાં મૂળ તત્ત્વની નિશ્ચિત વાત નથી. તેથી વાતનો પાર નથી આવતો. ઘાણીનો બળદ જેમ ગોળ ગોળ ફરતો જ રહે છે છતાં મૂળ સ્થાનથી જરાપણ આગળ વધતો નથી. બળદની આંખે ડાબલા પહેરાવ્યા છે તેથી તેને તો દેખાતું જ નથી. એવી જ રીતે કુગુરુઓ શિષ્યોને ગેર સમજના પાટા બાંધી સતત ગોળ ગોળ ફેરવતા રહે છે. પરિણામે તેઓ સતત ભ્રમણામાં જ રહે છે. તત્ત્વને-આત્માને જાણી શકતા નથી. હું કોણ છું શું છે? સ્વરૂપ મારું?
ખરેખરતો જેમાં સ્વરૂપ જ્ઞાન અને સ્વરૂપ કેવું છે, તેવી પ્રયોજન ભૂતવાત હોવી જોઇએ. સ્વરૂપજ્ઞાન એટલે મૂળમાં તમે શું છો તેનું જ્ઞાન અને તેનો નિશ્ચય. એ થતાં શરીર એ હું નથી પણ શરીરમાં હું છું. હું આત્મા છું. એ પછી સ્વરૂપ (આત્મા) કેવું છે તેની વાત થાય. આ બે વાતો જ માણસ માટે અગત્યની છે. બીજી વાતો ઓછી જણાશે તો ચાલશે. હું કોણ છું અને મારું સાચું સ્વરૂપ કર્યું. છે તે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા છે. આત્માને આત્મા વડે જણો
સંત શ્રીહરિજી કહે છે. જીવનમાં જે પ્રક્યિા જાગતાં થાય છે તેને જાગૃત અવસ્થા કહેવાય છે અને જે પ્રક્યિા ઊંઘમાં ચાલે છે તેને સ્વપ્નાવસ્થા કહે છે. જાણનાર “આત્મા છે, જાણો છે આત્મા,’ તેને જાણવાનો છે. આત્મા વડે. જેમ ચાલતી વખતે લાકડીનો ટેકો લેવો પડે છે તેમ જીવન જીવવા માણસને ઇન્દ્રિયોનો ટેકો લેવો પડે છે. પાંચ ઇન્દ્રિયોથી પાંચ વિષયો, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ, ભોગવાય છે. ઇન્દ્રિયો કામ ન કરે એતો નથી બનતું, પણ સંયમ સધાય એટલો સમય ઇન્દ્રિયો કામ ન કરે એવું બની શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org