________________
(૨૮)
ભાગવતનો સંદેશ
જ્ઞાનનો અનુભવ પ્રાપ્ત કરવા શું કર્યું? (૨) પરમાત્મ જ્ઞાન મળ્યાની સમજ તમને શી રીતે પડી? (૩) તમે જ્ઞાન મળ્યા પછી શી રીતે જીવ્યા? (૪) કઇ રીતે તમે મૃત્યુ પામ્યા? (૫) મૃત્યુ પછી પણ તમને આગળના જન્મનું જ્ઞાન કેવી રીતે રહ્યું?” સંસાર માયાની કઠપૂતળી છે
નારદજી કહે છે: “હે વ્યાસજી, તે વખતે મારી ઉંમર ફક્ત પાંચ વર્ષની જ હતી. હું મારી માતાનો એકનો એક દીકરો હતો. મા દાસી હતી. તેના સિવાય મારે બીજો કશો આધાર નહોતો. મને પ્રેમ કરવા તે અનેક વિચારો કરતી પણ તેનો અમલ કરવામાં વિક્ષેપ આવતો. મને હેત કરે ત્યાં માલિક આવીને તેને બીજું કામ બતાવતો. મા માલિકની કઠ પૂતળી જ હતી. જેમ સંસાર માયાની કઠપૂતળી છે.” ભક્તને દુઃખમાં પ્રભુ યાદ આવે છે
એક દિવસ માને સાપે ડંખ આપ્યો. તે તત્ક્ષણ મૃત્યુ પામી. મને થયું આમાં સર્પનો શો દોષ? કાળનું વિધાન આવું હતું. આમાં પણ પરમાત્માનો અનુગ્રહ માનવો. કેમ કે ભક્તને જ દુઃખ પડે છે. દુઃખમાં પ્રભુ સારી રીતે યાદ આવે છે માટે કુંતા માતા દુઃખ માગતા હતા. કબીરજીને કાંટો વાગતો ત્યારે રામ’ બોલાઇ જતું તેથી તે કહેતા પ્રભુ કૃપા કરીને વારંવાર કાંટા વગાડે.” નારદજી ઉપર પ્રભુકૃપા
હે વ્યાસજી, હવે મને પ્રભુ મેળવવાની રઢ લાગી. ઘર ત્યાગ કરીને હું વનમાં ચાલ્યો. થાક્યો-ભૂખ પણ લાગી હતી. પણ ખાવું શું? પાસે જ નદી હતી. તેમાંથી જળ-પાન કર્યું પછી એક વિશાળ પીપળાના વૃક્ષ નીચે આસન જમાવીને બેઠો. મેં જે વર્ણન સાંભળ્યું હતું તેવાતેજોમય પરમાત્માની આકૃતિના ધ્યાનમાં હું ગયો. ધ્યાનમાં લીન થતાં મારું મન ધીરે ધીરે શાંત થતું ગયું. ધીરે ધીરે હું એવો તો ડૂબી ગયો કે મારી જાતનું અને જે પરમાત્માનું ધ્યાન કરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org