________________
(૧૯) જે દુવાસોઠીકઠુવા
(
)
પરમાત્માને ધારણ કરવા જેવો છે
દૈહિક સંબંધે દેવહુતિ અને કપિલજી માતા-પુત્ર છે. આધ્યાત્મિક સંબંધ તેઓ શિષ્યા-ગુરુ છે. માણસ દૈહિક સંબંધોમાં જ ડૂબી ગયો છે તેથી આધ્યાત્મિક સંબંધને વિચારી શક્તો નથી. દેહિક સંબંધ છાશ જેવો અને આધ્યાત્મિક માખણ જેવો છે, ધી જેવો છે. હવે કહો તમે કોને વધુ મહત્ત્વ આપશો? છાશને કે ધીને?ધીને જ મહત્ત્વ આપવાના. એજ રીતે અધ્યાત્મને મહત્ત્વ આપવા જેવું છે. ભગવાન મહાવીરે કહ્યું: ‘માણસ પાસે સાત માળનો મહેલ હોય તેમાં દરેક દિશાએથી આગ લાગી જાય તો અંદરનો માણસ મહેલમાંથી બહાર આવતાં મહેલમાંથી શું લાવે ?” શું ફરનીચર, ગાદલાંગોદડાં, વાસણ-કુસણ લાવે? ના, ત્યારે તો એ ઝવેરાત જ લાવે. વજનમાં હલકું, ઓછી જગ્યા રોકે અને ભારે કીમતી એ છે. એવી જ રીતે જ આ સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિની આગ સર્વત્ર લાગી છે. એમાંથી જો બચાવવા જેવું હોય તો તે કેવળ એક જ છે, અને તે આત્મા છે. અને આત્માને બચાવવો હોય તો હૃદયમાંથી બધું કાઢીને કેવળ એક જ પરમાત્માને ધારણ કરવા જેવો છે. માણસે ચોખા થવાનું છે
જેમ માણસ શરીરને સ્વચ્છ રાખે છે તેમ તેણે આત્માને ચોકખો કરવો પડશે. ખૂબીજુઓ માણસ ઘરની પૂજામાં રાખેલા ભગવાનની મૂર્તિને, મંદિરમાં ગર્ભગૃહની ભગવાનની મૂર્તિને નિયમિત નવરાવે છે. ત્યારે ભગવાન કહેતા હોય છે કે ‘ભાઈ, ક્યાં મેલો છું કે તું મને નવરાવે છે ! મેલો તો તું છો, માટે તું ચોખ્ખો થા. પછી હું તો તને ભેટવા આતુર એવો ઊભો છું. પરમાત્મા પ્રત્યે પ્રેમ થવો, અને તેમને પામવા સુગમ છે પણ એ પહેલાં માણસે ચોખ્ખા થવું, પડે.” દેવહુતિ પૂછે છે : ભગવન્! આત્માને શુદ્ધ કરવા શું કરવાનું? કપિલજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org