________________
(૬૬)
ભાગવતનો સંદેશ
ત્યાં જે વસ્તુ વ્યક્તિ હોય તે સ્પષ્ટ દેખાતાં નથી, તેમ જ વિકલ્પના ગોટાની આરપાર બ્રહ્મ નથી દેખાતો. બ્રહ્મ તો અનુભવી સત્પુરુષની આજ્ઞાનુસાર સાધના કરવાથી મળે છે, તેનો અનુભવ થાય છે. સત્પુરુષ પાસે ત્યારે જ જવાય છે જ્યારે સંસાર બ્રહ્મ કરતાં ફીકો લાગે બ્રહ્મ પ્રાપ્ત કરવાની ઝંખના-તાલાવેલી-જાગે. મુમુક્ષુના વિચારો
મોક્ષને પામવાની, બ્રહ્મને પ્રાપ્ત કરવાની તાલાવેલી જાગે છે તેને મુમુક્ષુ કહેવાય છે. એમને સંસાર અકારો લાગે છે. સુરદાસજી કહે છે : ‘અબ મૈં નાચ્યો બહુત ગોપાલ-લાખ ચોરાસી પહેર્યા ચોલના’ સંસારમાં ૮૪ લાખ પાત્રો ભજવ્યાં. હવે નવો વેશ નથી ભજવવો. બ્રહ્મને પામી જન્મ ટળે તેવી સ્થિતિ પામવી છે. મુમુક્ષુના મનમાં આવા વિચારો સતત આવે છે. મુમુક્ષુ જ બ્રહ્મને પામી શકે
પરમાત્મ કૃપા બધે જ સરખી વરસે છે. અનુભવી– જ્ઞાની સંત બધા જ શિષ્યોને એક સરખું જ કહે છે. પણ જે મુમુક્ષુ શિષ્ય છે, જેને બ્રહ્મને પામવાની ઝંખના છે એ જ સદ્ગુરુના શબ્દો ઝીલી, સાધનામાં ઊતરી બ્રહ્મને પ્રાપ્ત કરે છે. જેમ ઓવર-હેડ ટાંકીમાંથી નળ તો બધે જ આપ્યા હોય પણ પાણી મેળવવું છે તેણે નળ ખોલવો પડે, ઊંધી ડોલને સીધી કરીને નળ નીચે મૂકવી પડે, વળી ડોલ કાણી હોય તો રીપેર કરાવવી પડે, આમ કરાય તો જ પાણી મળે છે. મુમુક્ષુ જ્ઞાન પ્રાપ્તિ માટે આવું મથે છે. મુમુક્ષુ સાર પામી સાધના કરે
‘જેમ ભમરો ફૂલમાંથી રસ કાઢી મધ બનાવે છે, જેમ ગાય ઘાસ ખાઇ દૂધ આપે છે, જેમ અનેક ફૂલોમાંથી અર્ક કાઢી તેમાંથી અત્તર બનાવાય છે, તેમ મુમુક્ષુ પણ જ્ઞાની ત પાસે જઇ અર્ક રૂપ સાધનાના શબ્દો સાંભળી એ પ્રમાણે સાધના કરી બ્રહ્મને પામે છે. અનેક થાઓમાંથી માત્ર સાર રૂપ, પરમ ક્લ્યાણકારી હોય એટલું જ હે મૈત્રેયી! અમને આપો.’ આમ વિદુરજીએ જ્ઞાની મૈત્રેયીને કહ્યું. મૈત્રેયીજીનાં વચનો
મૈત્રેયીજી એ કહ્યું : ‘હે વિદુરજી, તમે અમને અત્યંત પ્રિય છો. કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org