SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સંદેશ (૧૫) ચાલે છે, જીવે છે. ખૂબી તો જુઓ, બ્રેક વગરની સાયકલ, સ્કૂટર કે કાર કોઈ ચલાવે નહિ, ચલાવાય પણ નહિ. પણ બ્રેક વગરનો માણસ ચાલે છે. એ પોતાની જાતને અને બીજાને પડે છે. માટે જ જુદા-જુદા સંપ્રદાયોએ ઇન્દ્રિયોને વશ કરવા માટે શું કરવું અને શું નકરવું, તેમ જ શા માટે કરવાનું તેની વાતો બહુ જ સ્પષ્ટ રીતે કરી છે. નફો થાય એ વેપાર જ કામનો કોઈ માણસે લાખો રૂપિયાનું વેચાણ કર્યું તેમાં તેણે અભિમાન લેવા જેવું નથી. પણ એણે કેટલો નફો કર્યો તે વાત અગત્યની છે. નફો મળે એ જ વેચાણ કામનું છે. એ જ રીતે ઉપવાસ અને બીજાં તપ ઇન્દ્રિયો જીતવાના નફા માટે છે. તપ, વ્રત આ માટે જ કરવાનાં છે. માટે જ જે તપ થાય, વ્રત થાય તે સાચાં થાય એ મહત્ત્વનું છે. પણ એ કામ ઘણું આકરું છે, દુઃ સાધ્ય છે. તેથી તો એક સંતે ગાયું છે કે અનેક યુગ વિત્યારે તેને પંથે ચાલતાં રે.’ તપથી વિકારો જીતાયા એ જુઓ માણસે આત્મ નિરીક્ષણ કરવાનું છે કે એણે જે તપ ક્યું તેને પરિણામે તેનામાં રહેલા વિકારો થોડા અંશે પણ જીતાયા ખરા? નથી જીતાયા તો કાયમ માટે મિતાહાર જ કરો. ભોજન કરવા બેસો ત્યારે સર્વ પ્રથમ પેટની સ્થિતિ ચકાસો-પેટ સામું જુઓ. ત્યારે ભાણામાં પડેલી વસ્તુઓ અને સ્વાદ સામું નજર ન રાખો. જો રોગી પરેજી પાળવા ન ઇચ્છે અને વિચારે કે અત્યારે આ ખાઈ લઉં પછી તે હજમ કરવા ગોળી લઇશ તો એની તબિયત વધુ બગડે. આવા વિચાર કે કર્મથી વિકારો જીતી ન શકાય. એણે કરેલું તપ વ્યર્થ જાય. વિકારો શાંત થાય તો જ ભગવાનનું ધ્યાન થાય જમીન ૧૦ વિઘા હતી. વાવ્યું હતું જીરું. થવું જોયતું હતું ૧૫૦ મણ પણ થયું દસમણ. હવે કહો બીજ, વાવેતર, ખાતર, પાણી, માવજત, મજૂરી બધું જ વ્યર્થ ગયુંને ! એ જ રીતે ઢગલા બંધ તપ ર્યા પછી પણ વિકારો થોડા પણ શાંત થાય એ શા કામનું? વિકારો શાંત થાય તો વિક્ષેપ વિના ભગવાનનું ધ્યાન થાય. જો એમ ન થાય તો તપમાં ખામી ગણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy