SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતતો સદેશ - - - જ્ઞાનક્ષેત્રઃ સર્વમંગલમ્ પરિવાર આશ્રમ, પાટણ | સર્વમંગલમ્ આશ્રમની સ્થાપના થઈ ત્યારથી પ.પૂ. ગુરુજીની દષ્ટિમાં એક ધ્યેય તર્ત સ્પષ્ટ હતું કે બહુજન સમાજને આધ્યાત્મિક્તાના માર્ગે વાળવો અને તે માટે સહેલાઇથી અધ્યાત્મ જ્ઞાન મળે તેવી વ્યવસ્થા ગોઠવવી. આ હેતુથી સને ૧૯૬૮ના ચાતુર્માસમાં ધાર્મિક પ્રવચનો કર્યા તે સર્વ કોમોમાં ખૂબ જ લોકપ્રિય થયાં. આ ચાતુર્માસની પૂર્ણાહુતિ પ્રસંગે બધાએ ભેગા મળીને પાટણમાં વેરાઈ ચકલામાં આવેલી બટુકભૈરવની વાડીમાં સર્વમંગલમ્ પરિવાર આશ્રમની સ્થાપના કરી. આમ, પાટણમાં આ રીતે જ્ઞાનયજ્ઞોની શરૂઆત થઈ. છેલ્લા ૪૦ વર્ષથી હજારો માણસો સતત ૪૦થી ૬૫ દિવસ વિવિધ વિષયો ઉપર ચાલતી આ વ્યાખ્યાન માળાઓનો લાભ લે છે. આજ સુધીમાં ચાતુર્માસના આવા ૩૩ જ્ઞાનયજ્ઞો થયા છે, અને ૪૦ ગ્રંથો ઉપર સ્વાધ્યાય થયો છે. આ ઉપરાંત પાટણ તાલુકાના ગામડાંઓમાં જ્યારે પણ દુષ્કાળ પડ્યો છે કે નદીમાં પૂર આવ્યાં છે ત્યારે મહારાજશ્રીએ સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણના કાર્યકરો મારફત અનાજ, વાસણ, દવા, પાવડરનું દૂધ, કપડાં, ભોજન અને અન્ય જીવન જરૂરિયાતની ચીજોની વહેંચણી કરાવી હતી. ઈ.સ. ૧૯૭૩ની અતિવૃષ્ટિ વખતે પાટણ તાલુકાનું રૂગનાથપુરા ગામ આખું નષ્ટ થઈ ગયું હતું, ત્યારે મહારાજશ્રીએ તે ગામને દત્તક લઈને લાયન્સ કલબ ઓફ મુંબઈ તેમ જ પાટણ આશ્રમ દ્વારા નવેસરથી બંધાવી આપ્યું હતું. ચાતુર્માસની સળંગ-પ્રવચનમાળા ઉપરાંત દર શુક્રવારે સાંજે પાટણ આશ્રમમાં પુસ્તક વાંચન-વિવેચન તથા ધાર્મિક ગ્રંથ ઉપરાંત સ્વાધ્યાય ચાલે છે, તેમ જ દર રવિવારે સાંજે મહારાજશ્રી જાહેર પ્રવચન આપે છે. પાટણ ઉપરાંત મહેસાણા, ડીસા, પાલનપુર, જોટાણા, ખેરવા, કોબા, અમદાવાદ, રાજકોટ, મોરબી, સાયલા, વડવા, વવાણીયા, મુંબઇ, બેંગ્લોર, ધરમપુર, ઉજજૈન, શાહજાપુર, ઈન્દર અને ભોપાલમાં પણ તેઓશ્રીનાં પ્રવચનો યોજાય છે. આજે ૭૯ વર્ષની ઉંમરે પણ મહારાજશ્રીનું આ જ્ઞાન-કાર્ય સતત ચાલુ છે. આ જ્ઞાન, ભક્તિ અને કર્મના ત્રિવેણી સંગમમાં અનેક મુમુક્ષુ ભાઈ-બહેનો સ્નાન કરીને પવિત્ર બને છે અને પોતાના જીવનને ધન્ય બનાવે છે. પૂ. ગુરુજીના આ યજ્ઞકાર્યનો લાભ અનેક વર્ષો સુધી જનતાને મળતો રહે તે માટે પરમાત્મા તેમને નિરામય, દીર્ધાષ્ય અર્પે તેવી અમારી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના છે. ૨૧/૧૨/૨૦૦૯ - - - -- -- - -- -- - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy