________________
એવું નામાભિધાન કેમ કરાયું ? તેનો ઉત્તર આચાર્યશ્રીઆપે છે કે :
"मोक्षेण योजनात्" कृत्स्नकर्मक्षयो मोक्षः, अपुनर्बन्धकत्वेनात्मन आत्मन्येवावस्थानम्, तेन योजनाद् घटनात् कारणात् । नेदं स्वमत्युत्प्रेक्षितं योगलक्षणमित्याह - " निर्दिष्टो योगिनाथै : " निर्दिष्टः - प्रतिपादितः, योगिनः मुनयः, तन्नाथै:- वीतरागैरर्हद्भिरिति । अनेन मुक्तबाहुल्यमाह । तदद्वैते योगनैरर्थक्यप्रसंङ्गात्, सदनन्तरस्य सदनन्तरत्वानुपपत्तेः तत्रैव लयासम्भवात् । વૃત્તિ ગાથાર્થ:।। ૨ ।
યોગ શબ્દ યુગ્ ધાતુ ઉપરથી બને છે. યુઘ્ન એટલે જોડવું. જે ધર્મકરણી આત્માને મોક્ષની સાથે જોડી આપે તે ધર્મકરણીને યોગ કહેવાય છે. આવી ધર્મકરણી તે રત્નત્રયીનો સંબંધવિશેષ જ છે. તે જ આત્માને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
પ્રશ્ન :- મોક્ષ કોને કહેવાય ?
ઉત્તર ઃ- આત્માને લાગેલાં સર્વે કર્મોનો જે ક્ષય તે જ મોક્ષ કહેવાય છે. આત્માનું એવી અપૂર્વ આત્માવસ્થામાં વર્તવું કે જ્યાં ફરીથી કર્મો બાંધવાં પડે નહીં. અપુનર્બન્ધકાવસ્થા = ફરીથી કર્મ ન બાંધવાં પડે તેવી શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર એવી આત્માવસ્થા તે મોક્ષ કહેવાય છે.
સમ્યગ્નાનાદિ રત્નત્રયીનો આ સંબંધ આત્માને આવા પ્રકારની મુક્તિની સાથે જોડનાર હોવાથી, મુક્તિની સાથે સંઘટન - સંબંધ કરાવનાર હોવાથી, અથવા મુક્તિની પ્રાપ્તિનું કારણ હોવાથી તે રત્નત્રયીના સંબંધને જૈનશાસ્ત્રોમાં યોગ કહેલ છે. તથા આસપુરુષોમાં પણ આ રત્નત્રયીના સંબંધને જ યોગ કહેલ છે. યોગનું
આ લક્ષણ અમે અમારી સ્વમતિથી કલ્પેલું નથી પરંતુ યોગીઓ એટલે કે મુનિઓ, તેઓના જે નાથ એટલે કે વીતરાગ અરિહંત એવા જે તીર્થંકર પરમાત્માઓ છે તેઓ વડે યોગનું આવું સ્વરૂપ (લક્ષણ) બતાવાયું છે. આવા પ્રકારના રત્નત્રયીના સંબંધને યોગ કહેવાયો છે.
મૂળગાથામાં “જ્ઞોગિનાદેĒિ” આ પદમાં જે બહુવચન બતાવાયું છે તે મુક્તજીવોની બહુલતા સૂચવવા માટે છે અર્થાત્ મોક્ષે ગયેલા - સિદ્ધ થયેલા મુક્ત જીવો એક-બે -પાંચ કે સંખ્યાત - અસંખ્યાત નથી પરંતુ અનંતા છે. એમ બહુલતા જણાવવા માટે છે. અન્ય દર્શનકારો (નૈયાયિક વૈશેષિક - વેદાન્તકવિગેરે દર્શનકારો) ઈશ્વર - સર્વજ્ઞ પરમાત્મા એક જ છે એમ માને છે. તેના પ્રતિક્ષેપ માટે આ બહુવચન છે.
Jain Education International
-
યોગ ૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org