________________
न्यूनाधिकसंख्यानिरासार्थम्, त्रयाणामेव सम्बन्धो निश्चयतो योगः । कुतः ? इत्यन्वर्थमाह :
ગાથાર્થ :- સભ્યજ્ઞાનાદિ ત્રણે રત્નોનો આત્માની સાથે જે સંબંધ તે આ આત્માને મોક્ષની સાથે જોડતો હોવાથી યોગિનાથ એવા તીર્થંકર પરમાત્માઓ વડે નિશ્ચયથી અહીં જૈનપ્રવચનમાં યોગ કહેવાયેલો છે. || ૨ |
ટીકાનુવાદ = નિશ્ચયથી એટલે કે નિશ્ચયનયની અપેક્ષાએ (૧) જે જલ્દી ફળ આપે છે, અથવા (૨) અવશ્ય ફળ આપે તે એમ બે અર્થને આશ્રયી અહીં = આપ્તપુરુષોમાં અથવા જૈનપ્રવચનમાં તમન= તે ભાવે એટલે તે નિશ્ચયનયની અપેક્ષાએ યોગ કહેવાય છે. યોગ એટલે વિશિષ્ટ એવો ધર્મપરિણામવિશેષ. જે ધર્મ તુરત જ મુક્તિરૂપ ફળ આપે અથવા જે ધર્મ (કાળાન્તરે પણ) અવશ્ય મુક્તિફળ આપે જ, તે જ ધર્મ સાચો યોગ કહેવાય છે. એમ આપ્તપુરુષો અને પ્રવચન કહે છે. એવા પ્રકારનો કયો ધર્મ છે કે જે તુરત અથવા અવશ્ય મુક્તિફળ આપે જ? તો ગ્રંથકારશ્રી જણાવે છે કે સમ્યજ્ઞાનાદિ રત્નત્રયીનો સંબંધવિશેષ તે ધર્મ તુરત અને અવશ્ય ફળ આપનાર છે.
સમ્યગુ જ્ઞાન, સમ્યગુદર્શન, અને સમ્યગુ ચારિત્ર એમ આ ત્રણે રત્નોનો આત્માની સાથે સંબંધ, આત્માની સાથે મિલન થવું એટલે કે એક આત્મામાં આ ત્રણેનું અવસ્થિત થવું તે. રત્નત્રયીનો સંબંધવિશેષ યોગ કહેવાય છે. અહીં જ્ઞાનાદિમાં આગળ સત્ શબ્દનું ગ્રહણ મિથ્યાજ્ઞાનાદિ (મિથ્યાજ્ઞાન, મિથ્યાદર્શન અને મિથ્યા ચારિત્ર એમ ત્રણેના વ્યવચ્છેદ માટે કરેલ છે. એટલે મિથ્યાજ્ઞાનાદિ તે યોગ કહેવાતો નથી પરંતુ સમ્યજ્ઞાનાદિ જ યોગ કહેવાય છે.
જેમ ઈષ્ટ નગરે પહોંચવા માટે તેના માર્ગનું યથાર્થજ્ઞાન, તે માર્ગના યથાર્થ જ્ઞાન પ્રત્યે વિશ્વાસ, અને તે જ માર્ગ ગમન એમ ત્રણે કરાય તો જ ઇષ્ટ નગરની પ્રાપ્તિ થાય છે, તેની જેમ મોક્ષનગર પ્રત્યે સમ્યજ્ઞાનાદિ જ હેતુ છે. માટે તે રત્નત્રયીના સંબંધને જ યોગ કહેવાય છે. અહીં મૂલગાથામાં ત્રયા – શબ્દ જે લખ્યો છે તે ન્યૂન કે અધિકની સંખ્યાના વ્યવચ્છેદ માટે છે. આ સમ્યજ્ઞાનાદિ રત્નો ત્રણ જ છે. તેનાથી અધિક પણ નથી અને હીન પણ નથી. તેથી તે ત્રણનો જ આત્માની સાથે જે સંબંધ તે નિશ્ચયનયથી યોગ કહેવાય છે. પ્રશ્ન :- આ રત્નત્રયીના સંબંધને “યોગ” કેમ કહેવાય છે? એટલે કે યોગ
II યોગશા ક 1 II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org