Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
38
શ્રી તસ્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ શ્લોકાર્થ– જેમ સૂર્ય તેના સ્વભાવથી જ લોકને પ્રકાશિત કરે છે તેમ તીર્થકર સ્વભાવથી જ તીર્થને પ્રવર્તાવવાની પ્રવૃત્તિ કરે છે.
टीका- 'तत्स्वाभाव्यादेवे'त्यादि, तदेव-प्रकाशनं स्वभावस्तत्स्वभावस्तद्भावस्तत्स्वाभाव्यं तस्मात् तत्स्वाभाव्यादेव, प्रकाशकत्वादेवेत्यर्थः, 'प्रकाशयति' उद्योतयति 'भास्करः' आदित्यः 'यथा लोक'मित्यत्र लोकैकदेशे लोकोपचारः, 'तीर्थप्रवर्त्तनाय' तीर्थम्-उक्तलक्षणं तत्प्रणयनार्थं 'प्रवर्त्तते' प्रभवति स्वयमेव, तीर्थकरनामकर्मस्वाभाव्यादेव, तत्क्षयायेत्यर्थः, न च तत्कर्मक्षपणमात्रताधिकार्य्यतया स्वरसप्रवृत्तिः स्याद्वादिनोऽकृतार्थतादोषायेति भावनीयम् ॥१०॥
ટીકા- “તસ્વાભાવ્યા ત્યા, તેજ=પ્રકાશ કરવું તે જ સ્વભાવ તે તસ્વભાવ. તે સ્વભાવનો ભાવ=તસ્વાભાવ્યું. તેનાથી એટલે કે તસ્વાભાવ્યથી જ, અર્થાત્ પ્રકાશન કરવાના સ્વભાવથી જ. જેવી રીતે સૂર્ય લોકને પ્રકાશિત કરે છે, તેવી રીતે તીર્થકર તીર્થને પ્રકાશિત કરે છે. “નો” એ સ્થળે લોકના એક દેશમાં લોકનો ઉપચાર કરવામાં આવ્યો છે. “તીર્થપ્રવર્તનાય” તીર્થનું લક્ષણ પૂર્વે કહી દીધું છે. તેની સ્થાપના કરવા માટે તીર્થંકર નામકર્મના સ્વભાવથી જ સ્વયમેવ પ્રવર્તે છે, અર્થાત્ તીર્થંકર નામકર્મનો ક્ષય કરવા માટે તીર્થરચનામાં પ્રવર્તે છે. માત્ર તીર્થંકર નામકર્મના ક્ષયનો અધિકાર હોવાથી સ્વરસથી પ્રવૃત્તિ કરે છે એમ ન કહેવું. કેમકે તીર્થંકરના અકૃતાર્થતાના દોષ માટે થાય, અર્થાત્ તીર્થંકર અકૃતાર્થ છે એવો દોષ આવીને ઊભો રહે એમ વિચારવું. (કા.૧૦)
एवं सामान्येन तीर्थकरस्य तीर्थप्रवर्तनप्रयोजनमभिधाय वर्तमानतीर्थाधिपस्तवाभिधित्सया स्वयंभूकल्पनापरकुनयव्यपोहेनादित एव तद्गुणान् कथयितुमाह
આ પ્રમાણે સામાન્યથી તીર્થંકરના તીર્થ પ્રવર્તનના પ્રયોજનને કહીને વર્તમાન તીર્થાધિપતિની સ્તુતિ કહેવાની ઇચ્છાથી પોતાની મેળે કલ્પના