Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 393
________________ સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ૩૧૯ આકૃતિ આકૃતિવાળાઓથી ભિન્ન નથી. સત્તા સત પદાર્થોથી ભિન્ન નથી. નામ વગેરે નામવાળા વગેરે વિના ન હોય. કારણ કે વિશેષની પ્રધાનતા છે. લોકોપચાર– પર્વત બળે છે, પાત્ર ગળે છે, ઇત્યાદિ લોકોપચાર છે. વિસ્તૃત– (વિશેષોનો અને) ઉપચરિત અર્થોનો આશ્રય હોવાથી વિશાળ છે. (આર્યા-૩) ઋજુસૂત્રનયનો અને શબ્દનયનો સંગ્રહ કરવા માટે કહે છેसाम्प्रतविषयग्राहकमृजुसूत्रनयं समासतो विद्यात् । विद्याद्यथार्थशब्दं विशेषितपदं तु शब्दनयम् ॥४॥ શબ્દાર્થ– વર્તમાનકાલીન શેયને(=વિષયને) ગ્રહણ કરનાર નયને સંક્ષેપથી ઋજુસૂત્રનય જાણવો. યથાર્થશબ્દમ્ એ પદથી શબ્દનયના એવંભૂતનયને પ્રકાશિત કરેલો જણાય છે. કારણ કે સર્વનયોમાં એ વિશુદ્ધ છે. યથાર્થશબ્દ=જેવો અર્થ હોય તેવો જ શબ્દ પ્રયોગ હોય, જેવો શબ્દપ્રયોગ હોય તેવો જ અર્થ ઘટતો હોય તો તે યથાર્થશબ્દ છે. જેમકે ઘટનો જલાહરણ આદિ અર્થ છે. એથી ઘટમાં જલાહરણ આદિ કાર્ય થતું હોય ત્યારે જ ઘટ શબ્દનો પ્રયોગ યથાર્થ છે. સાંપ્રત અને સમભિરૂઢનો સંગ્રહ કરવા માટે કહે છે. વિશેષિતપદને શબ્દનય જાણવો. પદ એટલે નામાદિ, અર્થાત્ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ. પ્રસિદ્ધપૂર્વવત્ (૧-૩૫ સૂત્રમાં) ઈત્યાદિથી જેના નામાદિ વિશેષતાવાળા કરાયેલા છે તે શબ્દનાય છે. ભાવાર્થ– પૂર્વે સંજ્ઞા-સંજ્ઞી સંબંધકાળે આ ઘટાદિ પદાર્થનો આ ઘટાદિ શબ્દ વાચક છે એમ જે શબ્દ જણાયો છે તે શબ્દ પ્રસિદ્ધપૂર્વ છે. આવા પ્રસિદ્ધપૂર્વ શબ્દથી આ ઘટ શબ્દનો જ અભિધેય(=વાગ્ય) છે એવો જે ઘટાદિ પદાર્થનો બોધ તે સાંપ્રતનય છે, અર્થાત્ નામાદિ રૂપ કોઈ પણ પદાર્થનું એવા શબ્દદ્વારા કથન કરવું કે જેનો વાચ્ય-વાચક સંબંધ પૂર્વે જ્ઞાત થયેલો છે તે સાંપ્રતનય છે. (આર્યા-૪). રૂતિ શબ્દ નયોના પુનઃ સ્મરણની સમાપ્તિનો સૂચક છે.

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410