Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૨૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ એથી જે ઈન્દ્રિય વગેરે પ્રાણોને ધારણ કરે તે જીવ. ઇન્દ્રિયાદિ રૂપ જીવન સિદ્ધમાં નથી. કારણ કે સિદ્ધમાં પ્રાણોનું કારણ કર્યો નથી. તેથી ભવસ્થ જ જીવ છે એવા પ્રકારનું નિગમન(=ઉપસંહાર) છે.
નોજીવ એ પ્રમાણે ઉચ્ચારણ કરવામાં ધર્માસ્તિકાય આદિ અજીવ અથવા સિદ્ધ જીવ જણાય છે. અહીં નો શબ્દ સર્વપ્રતિષેધનો વાચક છે. કારણ કે એવંભૂતના મતથી દેશવાચકપણું સિદ્ધ થતું નથી. અર્થાત્ “દેશ” જ સિદ્ધ થતો નથી. કારણ કે દેશી( દેશવાળો) જ દેશરૂપ છે. જો દેશને દેશીથી ભિન્ન માનવામાં આવે તો અત્યંત ભિન્ન અન્ય વસ્તુની જેમ દેશ દેશીનો ન કહેવાય. (જો દેશને દેશીથી અભિન્ન માનવામાં આવે તો તે દેશીરૂપ જ છે. દેશીથી ભિન્ન નથી.) એથી દેશ-દેશીનો ( આ દેશ છે અને આ તેનો દેશી છે એવો) સંબંધ ન ઘટે. છતાં જો સંબંધ માનવામાં આવે તો અનવસ્થાનો પ્રસંગ આવે, અર્થાત્ ગમે તેનો ગમે તેની સાથે સંબંધ થવાની આપત્તિ આવે. (માટે દેશીથી ભિન્ન કોઈ દેશ જેવી વસ્તુ ન હોવાથી નો શબ્દ સર્વપ્રતિષેધ વાચક છે.)
અજીવ એવા પદનું ઉચ્ચારણ કરવામાં પરમાણુ આદિ અજીવદ્રવ્ય જ જણાય છે. કારણ કે અહીં સકાર સર્વપ્રતિષેધ વાચક છે.
નોઅજીવ એવા પદનું ઉચ્ચારણ કરવામાં સંસારમાં રહેલો જ જીવ જણાય છે. કારણ કે બે નિષેધ પ્રસ્તુત =જીવ) અર્થને જણાવે છે. પ્રશ્ન– દેશ-પ્રદેશ અર્થનો કેમ સ્વીકાર કર્યો નથી?
ઉત્તર- એવંભૂતનય સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરવાના સ્વભાવવાળો હોવાથી તેના મતે દેશ-પ્રદેશ (સ્થૂલ-સૂક્ષ્મ અવયવો ગ્રહણ કરાતા નથી.
આ પ્રમાણે એકવચનથી ચાર વિકલ્પો બતાવ્યા. એ પ્રમાણે દ્વિવચનબહુવચનથી પણ ચાર વિકલ્પો જાણવા એમ કહે છે- એ પ્રમાણે દ્વિવચનબહુવચનના ઉચ્ચારણમાં પણ ચાર વિકલ્પો છે. તે આ પ્રમાણે- નીવો, ૧. ન્યાયના પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ અંગો છે.