Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 397
________________ ૩૨૩ સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ નોનીવી, અનીવો, નોનીવી, બહુવચનમાં પણ નીવાડ, નોનીવાડ, મનીવાડ, નોમનીવાડ | એકવચન-દ્વિવચન-બહુવચનના ઉચ્ચારણમાં પણ નૈગમ વગેરે નયોની આ પ્રમાણે જ સ્વીકૃતિ સમજવી. સર્વ(ગ્રાહી)સંગ્રહનયને આશ્રયીને કહે છે. સામાન્ય વસ્તુના ગ્રાહક સર્વસંગ્રહનયને એકવચન - દ્વિવચનના જીવ, નોજીવ ઈત્યાદિ વિકલ્પો ઈષ્ટ નથી. એના મતે આવી વસ્તુ નથી, અર્થાત્ જ્ઞાનનો વિષય બનતી નથી. કારણ કે આ નય જીવોની સંખ્યા અનંત હોવાથી બહુવચનને જ માને છે એમ જણાય છે. આ નય સત્ય અર્થનો ગ્રાહક હોવાથી એના મતે એકવચન-દ્વિવચનનો અર્થ જ નથી, અર્થાત્ એકવચન-દ્વિવચનના વિકલ્પો જ નથી. આ નય વિવિધ માન્યતાવાળો હોવાથી આમાં કોઈ વિરોધ નથી. સર્વસંગ્રહનયમાં દેશસંગ્રહવાળા વ્યવહારનય આદિથી આ (એકવચન-દ્વિવચનના વિકલ્પો નથી એ) વિશેષતા છે. આમાં (શેષ) ભાવના પૂર્વવત્ જ છે. (જેમકે જીવો એમ બહુવચનવાળા પદનું ઉચ્ચારણ કરતાં પાંચેય ગતિમાં રહેલા જીવો સમજાય છે વગેરે.) શેષાતું” રૂત્યાદિ, બાકીના નૈગમ વગેરે નો એક જીવ વગેરે પદાર્થમાં સામાન્ય રૂપ જાતિની અપેક્ષાએ બહુવચનને ઇચ્છે છે. કારણ કે જાતિ અનેકના આશ્રયવાળી છે, અર્થાત જાતિમાં અનેક જીવો રહેલા હોય છે. નાત્યાધ્યાયામેસ્મિન વધુવનમ તરસ્યામ્ (પાણિની વ્યા. ૧૨-૫૮) એ સૂત્રથી જાતિની અપેક્ષાએ બહુવચનનો પ્રયોગ થાય. ઘણાઓ હોય ત્યારે જાતિની અપેક્ષાએ જ એકવચનનો પ્રયોગ થાય. સરિતાદિન: બાકીના નયો બહુવચન વગેરે બધાય વચનોથી ઉચ્ચારણ કરાયેલા વિકલ્પોને ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે. તિ શબ્દ એકવચન વગેરે વચનને આશ્રયીને નયમતના વર્ણનની સમાપ્તિનો સૂચક છે. “વ” ત્યાદ્રિ આ પ્રમાણે ધર્માસ્તિકાય આદિ સર્વ પદાર્થોમાં નયવાદથી અનુસરણ કરવું, અર્થાત્ નયવાદથી વિચારણા કરવી, એવી ભાષ્યકારની ભલામણ છે.

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410