Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 399
________________ સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ૩૨૫ બીજું કોઈ એના ઉપર ઉપકાર કરતું નથી. સ્વસામર્થ્યથી જ વચન-યોગને પ્રવર્તાવે છે, અર્થાત્ વચનદ્વારા સ્વ-પરને પ્રકાશિત કરે છે. ત્રણ અજ્ઞાનને નહિ સ્વીકારવામાં કારણ કહે છે- પૃથ્વીકાય આદિ સર્વ જીવો સામાન્ય અને વિશેષને જાણવાના સ્વભાવવાળા છે. આથી આ નયના મતે કોઈ જીવ એકાંતે મિથ્યાદષ્ટિ કે અજ્ઞાન નથી. કારણ કે તેમને સ્પર્શ આદિનો યથાર્થ બોધ થાય છે. આગમમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે. કેમકે “બધાય જીવોને જ્ઞાનનો અનંતમો ભાગ સદા પ્રગટ (=આવરણરહિત) હોય છે.” એવું શાસ્ત્રવચન છે. (નંદીસૂત્ર-૭૫) આવા શાસ્ત્રવચનથી સર્વજીવો સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની છે. તમારિ વારંપશ્રુિત ઉપકારી છે એટલા માત્રથી જ નહિ, કિંતુ સર્વજીવો સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની છે એ કારણથી પણ શબ્દનય મતિઅજ્ઞાન આદિને સ્વીકારતો નથી અને આ કારણથી(=સર્વ જીવો સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની હોવાથી) પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમના પ્રામાણ્યનો પણ સ્વીકાર થઈ જાય છે. આનાથી(=શબ્દનય મતિઅજ્ઞાન આદિને સ્વીકારતો નથી ઇત્યાદિ કહેવાથી) પ્રત્યક્ષમ (૧-૧૨) સૂત્રમાં “નયવાદના ભેદથી જ 'મતિશ્રુતના જે રીતે ભેદો ઉત્પન્ન થાય છે તે રીતે આગળ નય વિચારણામાં કહીશું” એમ જે કહ્યું હતું તે કહેવાઈ ગયેલું જાણવું. આ પ્રમાણે સર્વજીવો સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની હોવાથી સર્વજીવોના બધા જ જ્ઞાનોનું પ્રામાણ્ય છે, અર્થાત્ બધા જ જ્ઞાનો પ્રમાણ રૂપ છે. કારણ કે બધાં જ જ્ઞાનો પદાર્થોને પ્રકાશિત કરે છે. હવે પ્રમાણનયની વિચારણા કર્યા પછી અધ્યાયના અર્થનો ઉપસંહાર કરતા ભાષ્યકાર કહે છેविज्ञायैकार्थपदान्यर्थपदानि च विधानमिष्टं च । विन्यस्य परिक्षेपान्नयैः परिक्ष्याणि तत्त्वानि ॥१॥ ૧. આથી જ કૃતં તિપૂર્વ શ્રુતજ્ઞાન મતિપૂર્વક જ હોય એમ કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410