Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text ________________
૩૨૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ વિસ્તારથી ચર્ચા કરી છે. આ નયવાદો લૌકિકશાસ્ત્રોને ઓળંગી ગયેલા છે, અર્થાત્ વૈશેષિક આદિ લૌકિકશાસ્ત્રોમાં નયોનું વર્ણન નથી. વસ્તુના સસ્વરૂપના જ્ઞાન માટે, અર્થાત્ સ્વ-પરદર્શનોના બોધ માટે, આ નયવાદો જાણવા જોઇએ. (કારિકા-૫) (૧-૩૫)
ભાવાનુવાદકારની પ્રશસ્તિ આ પ્રમાણે પ.પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા વડે શરૂ કરાયેલી અને છઠ્ઠા અધ્યાયના ૨૩મા સૂત્રમાં વિનયસમ્પન્નતા પદ સુધી પૂર્ણ કરાયેલી) પછી છઠ્ઠા અધ્યાય સુધી આચાર્ય શ્રી યશોભદ્રસૂરિ વડે પૂર્ણ કરાયેલી અને ત્યાર પછી સાતમા અધ્યાયથી બાકી રહેલી ટીકા) તેમના શિષ્ય વડે પૂર્ણ કરાયેલી તત્ત્વાર્થાધિગમ સૂત્રની પ્રથમ અધ્યાયની ડુપડુપિકા નામની ટીકાનો સિદ્ધાંત મહોદધિ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છસ્થવિર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પંચસૂત્ર, પંચવસ્તુ, પંચાશક, ધર્મબિંદુ, યોગબિંદુ, ઉપદેશપદ, ઉપદેશમાલા (પુષ્પમાલા), શ્રાદ્ધદિનકૃત્ય, વિતરાગસ્તોત્ર, શીલોપદેશમાલા, અષ્ટક પ્રકરણ, નવપદ પ્રકરણ, યોગદષ્ટિ સમુચ્ચય, શ્રાવકધર્મવિધિપ્રકરણ, ચૈત્યવંદન મહાભાષ્ય, યતિલક્ષણ સમુચ્ચય, ગુરુતત્ત્વવિનિશ્ચય, સંબોધ પ્રકરણ, પ્રશમરતિ પ્રકરણ, શ્રાવક પ્રજ્ઞપ્તિ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજકૃત ગુર્જર (ગુજરાતી) ભાવાનુવાદ પૂર્ણ થયો.
Loading... Page Navigation 1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410