Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 400
________________ ૩૨૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ શબ્દાર્થ– અથવા પ્રમાણ-નયોમાં શંકા ન રહે એ માટે પ્રમાણ-નયો પૂર્વાચાર્યોને બહુમાન્ય છે એમ કારિકાઓથી બતાવતા ભાષ્યકાર કહે છેઅહીં કોઈ પૂર્વાચાર્ય કહે છે કે, એકાWપદોને, અર્થપદોને, વિધાનને, ઈષ્ટને અને શાસ્ત્રોક્તયુક્તિ વગેરેને જાણીને સર્વત્ર નામ આદિથી વિન્યાસ(=રચના) કરીને નવો વડે જીવાદિ સાત તત્ત્વોની વિચારણા કરવી જોઇએ. એકાર્થ પદો એક અર્થવાળા પર્યાયવાચી શબ્દો, જેમકે જીવ, પ્રાણી, જંતુ વગેરે. અર્થપદો=નિરુક્તિથી થતા અર્થવાળા પદો. જેમકે જીવે તે જીવ, જેને પ્રાણી હોય તે પ્રાણી, જે ઉત્પન્ન થાય તે જંતુ વગેરે. વિધાન- નામ-સ્થાપના વગેરે. ઇષ્ટ- નિર્દેશ, સ્વામિત્વ વગેરે. શાસ્ત્રોક્તયુક્તિ-જેમકે પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રકારના પ્રમાણમાં પહેલાં પરોક્ષપ્રમાણનું કથન પરોક્ષપૂર્વક જ પ્રત્યક્ષ હોય એમ જણાવવા માટે છે. ઇત્યાદિ શાસ્ત્રોક્ત યુક્તિઓ. (કારિકા-૧) ज्ञानं सविपर्यासत्रयः श्रयन्त्यादितो नयाः सर्वम् । सम्यग्दृष्टेर्ज्ञानं मिथ्यादृष्टेविपर्यासः ॥२॥ શબ્દાર્થ– પ્રારંભના નૈગમ-સંગ્રહ-વ્યવહાર એ ત્રણ નવો નિભંગ સુધીના આઠ પ્રકારના જ્ઞાનને સ્વીકારે છે. સામાન્યથી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન છે, મિથ્યાષ્ટિનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. કારણ કે મિથ્યાષ્ટિને મિથ્યાત્વરૂપ પ્રહનો વળગાડ લાગેલો હોય છે. (કારિકા-૨) ऋजुसूत्रः षट् श्रयते मतेः श्रुतोपग्रहादनन्यत्वात् । श्रुतकेवले तु शब्दः श्रयते नाऽन्यच्छुताङ्गत्वात् ॥३॥ શબ્દાર્થ–ઋજુસૂત્રનય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન સિવાય છ જ્ઞાનને સ્વીકારે છે. પૂર્વે આ જ સૂત્રમાં ઋજુસૂત્રનયના વર્ણનમાં કહ્યું તેમ)

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410