Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 391
________________ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ પૂર્વાચાર્ય રચિત આર્યાઓથી નયોની વિચારણા ઉપર્યુક્ત જ અર્થ પૂર્વાચાર્યોથી વિશેષ માન્ય કરાયો છે. એથી તેનો સંગ્રહ કરીને આર્યાઓથી બતાવતા ભાષ્યકાર કહે છે नैगमशब्दार्थानामेकानेकार्थनयगमापेक्षः । देशसमग्रग्राही व्यवहारी नैगमो ज्ञेयः ॥ १ ॥ સૂત્ર-૩૫ ૩૧૭ શબ્દાર્થ– નૈગમ એવા શબ્દોના અને અર્થોના એક-અનેક પદાર્થોના બોધના પ્રકારોની અપેક્ષા રાખનાર, તથા દેશ અને સમગ્રનો ગ્રાહક અને વ્યવહારી નૈગમનય જાણવો. વિશેષાર્થ—નિગમ એટલે દેશ. તેમાં થયેલ નૈગમ. એક એટલે વિશેષ. કેમકે વિશેષ એક જ છે. અનેક એટલે સામાન્ય. કારણ કે સામાન્ય અનેકને આશ્રિત છે. વિશેષ અને સામાન્ય એ બે અર્થ છે. કારણ કે જે જણાય તે અર્થ. વિશેષ અને સામાન્ય જણાઇ રહ્યા છે માટે અર્થ(=પદાર્થ) છે. નૈગમ એટલે બોધનો(=જાણવાનો) પ્રકાર. દેશ એટલે વિશેષ. સમગ્ર એટલે સામાન્ય. તે બેને ગ્રહણ કરે તે દેશ-સમગ્રગ્રાહી. ભાવાર્થ તે તે દેશમાં બોલાતા શબ્દોને અને તેના અર્થોને તથા વિશેષને અને સામાન્યને જાણવાના પ્રકારોની જે અપેક્ષા રાખે તે નૈગમનય છે. પૂર્વાર્ધમાં કહેલા જ અર્થને પૂર્વાચાર્યના વચનપ્રયોગથી સ્મરણ કરતા ભાષ્યકાર કહે છે– તથા જે વિશેષ અને સામાન્યનો ગ્રાહક= આશ્રય કરનાર છે તે નૈગમનય છે. તથા જે પરસ્પર વિમુખ(=ભિન્ન) એવા સામાન્યથી અને વિશેષથી વ્યવહાર કરે છે તે નૈગમનય છે. અહીં બે મુદ્દા છે. પહેલો મુદ્દો એ છે કે તે તે દેશમાં તે તે શબ્દનો જે જે અર્થ (અભિધેય) હોય તેને સ્વીકારે છે. તથા જે અર્થ(અભિધેય) માટે જે શબ્દ હોય તેને સ્વીકારે છે. જેમકે ગુજરાતમાં નવરો શબ્દનો આ માણસ નવરો(=કામ વિનાનો) છે એવો છે. મહારાષ્ટ્રવાસી નવરો શબ્દનો આ નવો(=વર) છે એવો અર્થ માન્ય કરે છે. નૈગમનય બંને અર્થને માન્ય કરે છે.

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410