Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
४० શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩ છે. જે કરણ=અધ્યવસાય સમ્યગ્દર્શનને પ્રાપ્ત કર્યા વિના પાછો ન ફરે તે અનિવર્તિકરણ કહેવાય છે. અન્ય ગ્રંથોમાં પ્રસિદ્ધ હોવાથી ભાષ્યકારે અહીં અનિવર્તિકરણનો ઉલ્લેખ કર્યો નથી. આમ છતાં સમ્યગ્દર્શનને પામતો જીવ અવશ્ય અનિવર્તિકરણને પામે છે એથી કાકુ દ્વારા(=ઉલ્લેખ વિના પણ) અનિવર્તિકરણનો સ્વીકાર કર્યો છે. કેમકે અનિવર્તિકરણ વિના સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી. આથી જ ભાષ્યકાર કહે છે
યથાપ્રવૃત્તિકરણનું કાર્ય અને અનિવર્તિકરણનું કારણ એવું અપૂર્વકરણ થાય છે, કે જેથી આ જીવને ઉપદેશ વિના, “ઉપદેશ વિના” એ વિશિષ્ટ બાહ્ય નિમિત્તોના અભાવનું ઉપલક્ષણ છે. એથી ઉપદેશ વિના એટલે વિશિષ્ટ બાહ્યનિમિત્ત વિના સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. જેવી રીતે કોઇક રોગ કોઇક રીતે શરીરની વાત-પિત્ત આદિ ધાતુ સારી થઈ જવાથી પોતાની મેળે જ શાંત થઈ જાય છે તેમ અંતરના દોષો શાંત થઈ જવાથી અંતરના દોષોની શાંતિની મુખ્યતા સિવાય બીજા કોઈ બાહ્ય નિમિત્ત વિના સમ્યગ્દર્શન પ્રગટે છે. આ પ્રમાણે આવા પ્રકારનું નિસર્ગસમ્યગ્દર્શન છે. આ ઉપસંહાર વાક્ય છે.
અધિગમસમ્યગ્દર્શન નિસર્ગસમ્યગ્દર્શન કહ્યું. હવે અધિગમસમ્યગ્દર્શનનું નિરૂપણ કરવા માટે કહે છે- “ધકામ' ઇત્યાદિ, અધિગમ, અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ, શિક્ષા, ઉપદેશ આ બધા શબ્દોનો એક જ અર્થ છે.
અધિગમ-ગમ એટલે જ્ઞાન. અધિકગમત અધિગમ. અહીં પરોપદેશથી (=બાહ્ય નિમિત્તથી) ઉત્પત્તિની અપેક્ષાએ સામાન્યથી અધિકપણું જાણવું. (અર્થાત્ વિશેષ બોધની અપેક્ષાએ અધિકપણું ન સમજવું.)
અભિગમ- સંસાર અસાર છે એમ અન્વયથી વિચારણા કરવી. આગમ- મોક્ષ સારભૂત છે, અર્થાત મોક્ષ અસાર નથી, એમ વ્યતિરેકથી વિચારણા કરવી. ૧. થોભિતસ્વરૂપ પૂર્વે જેવું સ્વરૂપ કહ્યું છે તેવા સ્વરૂપવાળું સમ્યગ્દર્શન.