Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૮૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૬ fક્ષપ્રમવFપતિ તે જ વાંસળી આદિના શબ્દોને જલદી ગ્રહણ કરે છે. વિપાવપૃતિ–તે જવાંસળી આદિના શબ્દોને વિલંબથી ગ્રહણ કરે છે.
નિશ્રતમવકૃતિ=તે જ વાંસળી આદિના શબ્દોને અન્યની અપેક્ષા વિના ગ્રહણ કરે છે. ભેરીનો શબ્દ મેઘના જેવો છે એમ પહેલાં જાણીને પછી ભેરી વાગતી હોય ત્યારે આ શબ્દ મેઘના જેવો છે માટે ભેરીનો શબ્દ છે એમ જાણે છે તે નિશ્રિત. હવે તેનાથી ઊલટું- આ શબ્દ મેઘના જેવો છે એમ જાણ્યા વિના ભેરી શબ્દને ગ્રહણ કરે તે અનિશ્રિત અવગ્રહ છે. આવી વૃદ્ધવ્યાખ્યા છે.
નિશ્રામગૃતિ=જ વાંસળી આદિના શબ્દને અન્યની અપેક્ષાથી ગ્રહણ કરે.
મસંધિવકૃતિ=જ વાંસળી આદિના શબ્દને નિશ્ચિત રૂપે(=સંદેહરહિત) ગ્રહણ કરે.
સંધિવપતિ=તે જ વાંસળી આદિના શબ્દને અનિશ્ચિત રૂપે(=સંદેહરૂપે) ગ્રહણ કરે.
ધ્રુવમવગૃહપતિ તે જ વાંસળી આદિના શબ્દને સ્થિરબોધ રૂપે ગ્રહણ કરે. (જેમકે- કોઈ વ્યક્તિનો અવાજ સાંભળીને આ અવાજ અમુક વ્યક્તિનો છે એમ ખબર પડી. પછી ફરીવાર જ્યારે તે અવાજ સંભળાય ત્યારે પણ આ અવાજ અમુક વ્યક્તિનો જ છે એમ નિશ્ચિતરૂપે જાણે.)
મધુવમવતિ =તે જ વાંસળી આદિના શબ્દને અસ્થિરબોધ રૂપે ગ્રહણ કરે. (ધ્રુવમાં કહેલાં દષ્ટાંત પ્રમાણે કોઈ વખત તે જ અવાજ ફરી સાંભળતા આ અવાજ અમુક વ્યક્તિનો જ છે એમ નિશ્ચિતરૂપે ન જાણી શકે-અનિશ્ચિત રૂપે જાણે.)
અહીં ભાવના “અવગ્રહ પછીના કાળે તે રીતે અપાય વગેરે જોવામાં આવે છે.” ઇત્યાદિથી પૂર્વે (વહ્વળાતિએ ભેદની વ્યાખ્યામાં) કરી જ છે.
તથા કોઈ બોધ ધ્રુવ રૂપે થાય છે. જેથી ફરી તેનું સ્મરણ થાય છે. કોઈ બોધ ધ્રુવ રૂપે નથી થતો. આ અનુભવસિદ્ધ છે.