Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૨૦
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૩
નિશ્ચયનયથી અવધિજ્ઞાનના ક્ષયોપશમનું કારણ છે, અને વ્યવહારથી અવધિજ્ઞાનનું કારણ છે.
ક્ષMાં ઇત્યાદિથી દષ્ટાંતને કહે છે- હંસ આદિ પક્ષીઓને આકાશમાં ઉડવાની જે શક્તિ છે તે શક્તિ પક્ષીના ભવમાં જ અવશ્ય પ્રાપ્ત થતી હોવાથી તે શક્તિનો હેતુ ભવોત્પત્તિ જ છે, તે શક્તિ અન્યના ઉપદેશ રૂપ નથી, તથા અનશનાદિ રૂપ તપ પણ નથી, અર્થાત્ તે શક્તિ અન્યના ઉપદેશથી કે તપથી પ્રાપ્ત થતી નથી. તેવી રીતે નારક-દેવોને પણ ભવના કારણે અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (૧-૨૨)
टीकावतरणिका-'द्विविधोऽवधि रित्युक्तं, तत्रैकं भेदमभिधायाधुना द्वितीयमभिधातुमाह
ટીકાવતરણિકાર્થ– અવધિજ્ઞાન બે પ્રકારનું છે એમ કહ્યું. તેમાં એક ભેદને કહીને હવે બીજા ભેદને જણાવવા માટે કહે છે– ક્ષયોપશમપ્રત્યય અવધિજ્ઞાનના સ્વામી– यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ॥१-२३॥
સૂત્રાર્થ– શેષ જીવોને શાસ્ત્રોક્ત ક્ષયોપશમ રૂપ નિમિત્તથી ઉત્પન્ન થનાર અવધિજ્ઞાન છ પ્રકારનું હોય છે. (૧-૨૩)
भाष्यं- यथोक्तनिमित्तः क्षयोपशमनिमित्त इत्यर्थः । तदेतदवधिज्ञानं क्षयोपशमनिमित्तं षड्विधं भवति शेषाणाम् । शेषाणामिति नारकदेवेभ्यः शेषाणां । तिर्यग्योनिजानां मनुष्याणां च । अवधिज्ञानावरणीयस्य कर्मणः क्षयोपशमाभ्यां भवति षड्विधम् । तद्यथा-अनानुगामिकं, आनुगामिकं, हीयमानकं, वर्धमानकं, अनवस्थितं, अवस्थितमिति ।
तत्रानानुगामिकं यत्र क्षेत्रे स्थितस्योत्पन्नं ततः प्रच्युतस्य प्रतिपतति, प्रश्नादेशपुरुषज्ञानवत् ।। आनुगामिकं यत्र क्वचिदुत्पन्नं क्षेत्रान्तरगतस्यापि न प्रतिपतति, भास्करप्रकाशवत् घटरक्तभाववच्च ॥ हीयमानकं असङ्ख्येयेषु द्वीपेषु समुद्रेषु पृथिवीषु विमानेषु तिर्यगूर्ध्वमधो यदुत्पन्नं