Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 388
________________ ૩૧૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ ધર્મના ભેદથી સત્ આદિની જ તે રીતે પ્રતીતિ થાય છે. આ જ્ઞાનો એક આદિ સ્વરૂપથી થતા અન્ય અન્ય વિજ્ઞાનો છે. એ વિજ્ઞાનનો અપલાપ કરી શકાય તેમ નથી. એ વિજ્ઞાનનો અપલાપ કરવાથી અતિપ્રસંગ દોષ થાય. (જો આ જ્ઞાનો ખોટા છે તો અન્ય બધા જ્ઞાનો પણ ખોટા માનવા પડે.) એથી શૂન્યતાનો પ્રસંગ આવે. જેવી રીતે એક જ જગતને આશ્રયીને થતા આ જ્ઞાનો વિરુદ્ધ નથી, તેવી રીતે અનેક ધર્મસ્વરૂપ (એક જ) વસ્તુમાં ક્ષયોપશમની વિચિત્રતાથી તે તે ધર્મના જ્ઞાનનું કારણ એવા નયવાદો વિરુદ્ધ નથી. ઝિન્ય ઇત્યાદિથી અન્ય દષ્ટાંતને કહે છે. જેવી રીતે મતિ-શ્રુતઅવધિ-મન:પર્યાય-કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનોથી ધર્માસ્તિકાય આદિ અસ્તિકાયોમાંનો કોઈ એક પદાર્થ જ્ઞાનભેદથી ભિન્ન ભિન્ન જણાય છે, કેમકે તે રીતે અનુભવથી સિદ્ધ થયેલું છે. અહીં જ (જ્ઞાનભેદથી ભિન્ન ભિન્ન બોધ થવામાં) નિમિત્તને કહે છેપર્યાયોના ભેદથી અને વિશુદ્ધિના ભેદથી એક જ પદાર્થ ભિન્ન ભિન્ન જણાય છે. પર્યાયોના ભેદથી વસ્તુના ભેદથી, અર્થાત્ વસ્તુના ધર્મોના ભેદથી (એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન ધર્મો હોવાથી એક જ વસ્તુ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળી થાય છે.) વિશુદ્ધિના ભેદથી ક્ષયોપશમાદિ રૂપ વિશુદ્ધિના ભેદથી. પર્યાયોના ભેદથી અને વિશુદ્ધિના ભેદથી એક જ વસ્તુ ઉત્તરોત્તર પ્રકર્ષથી (=પ્રકૃષ્ટપણાથી) જણાય છે. તિ આ પ્રમાણે- મતિજ્ઞાની વર્તમાનકાલીન મનુષ્ય પર્યાયને ચક્ષુ આદિ ઇન્દ્રિયથી સાક્ષાત્ જાણે છે. તેને જ શ્રુતજ્ઞાની આગમ-અનુમાનના સ્વભાવથી જાણે છે. તેને જ અવધિજ્ઞાની અતીન્દ્રિયજ્ઞાનથી જાણે છે. કોઈ સંજ્ઞી મનુષ્ય પર્યાય સંબંધી પ્રશ્નો પૂછે ત્યારે મન:પર્યાયજ્ઞાની તેના

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410