Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૧૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ " સૂત્ર-૩૫ એનું કારણ એ છે કે પહેલા ભેદમાં અર્થ-વ્યંજન-યોગની સંક્રાતિ છે. બીજા ભેદમાં સંક્રાંતિ નથી. તે રીતે આ નય પણ સંક્રાંતિથી રહિત છે.]
એવંભૂત- સમભિરૂઢનયથી સ્વીકૃત ઘટાદિ પદાર્થોના જે વ્યંજન ( શબ્દો અને અર્થ તે બેની અન્યોન્યની અપેક્ષાથી અર્થને ગ્રહણ કરવો તે એવંભૂતનય છે.
અન્યોન્યની અપેક્ષાથી– જેવો શબ્દ હોય તેવો જ અર્થ તે વસ્તુમાં ઘટતો હોય. જેવો અર્થ ઘટતો હોય તેવો જ શબ્દ હોય. આ પ્રમાણે થાય તો જ વાચ્ય-વાચકનો સંબંધ ઘટે, અન્યથા વાચ્ય-વાચક સંબંધ ન ઘટે. કેમકે પુષ્ટપ્રવૃત્તિનિમિત્તનો અભાવ છે. આવો અધ્યવસાય(=બોધ) તે એવંભૂતનય છે.
અહીં અધ્યવસાય(=બોધ) જ્ઞાનનય છે. કારણ કે તે સાક્ષાત્ શાસ્ત્રનો વિષય છે. જ્ઞાનનો શેય અર્થનય છે. અર્થનો વાચક શબ્દ શબ્દનય છે. આ પ્રમાણે જાણવું.
નયવાદો વિરુદ્ધજ્ઞાન નથી પૂર્વપક્ષ “મત્રાદ" રૂત્યાદિ, પ્રશ્નકાર પોતાના અભિપ્રાયને વ્યક્ત કરે છે- ઉક્ત રીતે એક જ ઘટાદિ પદાર્થમાં વિજ્ઞાનનો ભેદ થાય છે. વિજ્ઞાનના ભેદથી વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગ વિચારણીય છે. વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગ અનિષ્ટ છે. એક જ નિમિત્તથી અનેક જ્ઞાન ન થઈ શકે. જેમકે કૃષ્ણ વસ્તુમાં આ નીલ છે (આ શ્વેત છે) ઇત્યાદિ જ્ઞાન ન થઈ શકે.
ઉત્તરપક્ષ- આ પ્રમાણે પૂર્વપક્ષની આશંકા કરીને “ત્રોચ્યતે” ઇત્યાદિથી ઉત્તરપક્ષને કહે છે- અહીં વિરુદ્ધજ્ઞાન એકાંતે એક જ નિમિત્તથી(=એક જ વિષયના કારણે) નથી. આથી વિરુદ્ધજ્ઞાન સંગત જ છે, અસંગત નથી. જેમકે સઘળું જગત એક જ છે. અનેક અવયવસ્વરૂપ હોવા છતાં “સ’ સામાન્યની અપેક્ષાએ સર્વ – એક જ