Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૩૧૧ ઋજુસૂત્ર– વર્તમાનકાળમાં જ વિદ્યમાન ઘડાઓમાં આ ઘટ છે એવો બોધ તે ઋજુસૂત્ર છે.
સાંપ્રત– વર્તમાનકાળમાં જ વિદ્યમાન અને પૂર્વપ્રસિદ્ધ એવા નામાદિમાંથી કોઈ એકના વાચક શબ્દોમાં તેવા પ્રકારની વસ્તુનો ઘટ એવો જે બોધ તે સાંપ્રતનય છે.
પૂર્વપ્રસિદ્ધ- જેમનો પ્રથમ સંકેત(=ઘટાદિ પદાર્થોના આ ઘટાદિ શબ્દો વાચક છે, ઘટાદિ શબ્દોના આ ઘટાદિ પદાર્થો વાચ્ય છે એમ વાચવાચક રૂપ સંબંધ) પ્રસિદ્ધ છે તે પૂર્વપ્રસિદ્ધ છે.
નામાદિમાંથી કોઈ એકના વાચક– નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવના ભેદથી ચાર પ્રકારના પદાર્થોમાંથી કોઈ એકના વાચક. જે શબ્દનો નામ પદાર્થ વાચ્ય છે તે શબ્દનો સ્થાપના, દ્રવ્ય અને ભાવ પદાર્થ વાચ્ય નથી, આથી નામ ઘટ આદિના જે શબ્દો છે તેમાંથી કોઈ એક નામ, સ્થાપના આદિના વાચક.
આ સાંપ્રતનય સામાન્યરૂપે શબ્દનય જ છે. સમભિરૂઢ- વર્તમાનકાળમાં વિદ્યમાન ઘટાદિ પદાર્થોના નામનું(=વાચક શબ્દનું) સંક્રમણ ન થવું અન્યવાગ્યમાં પ્રવૃત્તિ ન થવી તે સમભિરૂઢ છે. ઘટાદિના પ્રકારથી કુટ ન કહેવાય, અર્થાત્ ઘટ શબ્દથી કુટ ન કહેવાય. (ઘટ શબ્દથી ઘટ જ કહેવાય.કુટ ન કહેવાય) કેમકે બંનેનું પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન છે. (ઘટનું પ્રવૃત્તિનિમિત્તચેષ્ટાછે. કુટનું પ્રવૃત્તિનિમિત્ત કુટન છે.) અહીં અધ્યવસાયનો અર્થ જ્ઞાન છે. આમ છતાં જ્ઞાનના ઉત્પાદક નામને(=શબ્દને) પણ ઉપચારથી અધ્યવસાય કહેવાય. આથી અધ્યવસાયનો નામ(શબ્દ) અર્થ કર્યો છે. અહીં જ દષ્ટાંતને કહે છે-વિતર્ક ધ્યાનની જેમ. વિતર્ક એટલે શ્રત. શ્રતની પ્રધાનતાવાળું ધ્યાન તે વિતર્ક ધ્યાન. આ શુક્લધ્યાનનું એકત્વવિતર્ક નામનું બીજું ધ્યાન સમજવું.
પૃથકત્વ વિતર્ક સવિચાર નામનું પહેલું શુક્લધ્યાન પણ વિતર્ક પ્રધાન છે. છતાં તેનું ઉદાહરણ ન આપતાં બીજા શુક્લધ્યાનનું ઉદાહરણ આપ્યું