Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૧૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ તથા જેનો નીચેનો ભાગ ગોળ છે, જે પાણી-દૂધ વગેરેને લાવવામાં અને ધારણ કરવામાં સમર્થ છે, અગ્નિપાકથી ઉત્પન્ન થનારા લાલરંગ આદિ ઉત્તરગુણોની પરિસમાપ્તિ થવાથી જે બની ગયો છે, એવા માટીના દ્રવ્યવિશેષને ઘટ કહે છે.
એ પ્રમાણે શુક્લ-પીત આદિ વિશેષ ધર્મથી યુક્ત કોઈ એક જ ઘટમાં, અથવા તેના જેવા સઘળા ઘટમાં, ભેદ વિના સામાન્યરૂપે “આ ઘટ છે” એવો બોધ એ નૈગમનાય છે.
સંગ્રહ– એક ઘટમાં અથવા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી વિશિષ્ટ, વર્તમાનકાલીન, ભૂતકાલીન, ભવિષ્યકાલીન ઘણા ઘડાઓમાં “આ ઘટ છે” એવો સામાન્યરૂપે બોધ એ સંગ્રહનય છે. કારણ કે આમાં સામાન્યની પ્રધાનતા છે, અર્થાત્ સંગ્રહનય સામાન્યને પ્રધાન માને છે.
વ્યવહાર– એક, બે કે ઘણા, નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવરૂપ લૌકિક પરીક્ષકોથી ગ્રાહ્ય, ઉપચારગમ્ય અને યથાયોગ્ય સ્થૂલ અર્થવાળા તે જ ઘડાઓમાં “આ ઘટછે” એવો જે બોધ તે વ્યવહારનય છે. કારણ કે આમાં વિશેષની પ્રધાનતા છે, અર્થાત્ વ્યવહારનય વિશેષને પ્રધાન માને છે.
લૌકિક- લોકમાં જે પ્રસિદ્ધ હોય તે લૌકિક, અર્થાત્ સાધારણ બુદ્ધિવાળા પુરુષો. પરીક્ષકો– શાસ્ત્રથી થયેલી તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષો. ગ્રાહ્યઃગ્રહણ કરવા યોગ્ય.
લૌકિકો અને પરીક્ષકો તેના જવાહરણ આદિ કાર્ય અંગે વિવાદથી રહિત છે.
ઉપચારગમ્ય- આ ઘડો સમુદ્ર છે(=સમુદ્ર જેવડો મોટો છે) એવા ઉપચારથી જાણી શકાય તેવા.
યથાયોગ્ય સ્થૂલ અર્થવાળા- સૂક્ષ્મ અને સામાન્યને દૂર કરીને યથાયોગ્ય સ્થૂલ અર્થવાળા.