Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૩૭
ભાષ્યાર્થ— અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં વિશુદ્ધિથી કરાયેલો, ક્ષેત્રથી કરાયેલો, સ્વામીથી કરાયેલો અને વિષયથી કરાયેલો ભેદ છે. તે આ પ્રમાણે- અવધિજ્ઞાનથી મન:પર્યાયજ્ઞાન અધિક વિશુદ્ધ છે. અવધિજ્ઞાની રૂપીદ્રવ્યોને જેટલી વિશુદ્ધિથી જાણે છે તેનાથી અધિક વિશુદ્ધિથી મન:પર્યાયજ્ઞાની મનોગતરૂપી દ્રવ્યોને જાણે છે. વળી બીજુંઆ બેમાં ક્ષેત્રથી કરાયેલો ભેદ છે. અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમા ભાગ વગેરેથી પ્રારંભીને સંપૂર્ણલોક સુધીનું ઉત્પન્ન થાય છે. મન:પર્યાયજ્ઞાન તો મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, બીજા ક્ષેત્રમાં નહિ. વળી બીજું- આ બેમાં સ્વામીકૃત ભેદ છે. અધિજ્ઞાન સંયત કે અસંયતને સર્વગતિઓમાં ઉત્પન્ન થાય છે. મન:પર્યાયજ્ઞાન તો મનુષ્ય સંયતને જ થાય છે, બીજાને નહિ. વળી બીજું- આ બેમાં વિષયથી કરાયેલો ભેદ છે. તે આ પ્રમાણે- અવધિજ્ઞાનનો વિષયવ્યાપાર(=કાર્યક્ષેત્ર=મર્યાદા) સર્વ રૂપીદ્રવ્યો અને કેટલાક પર્યાયો છે. મનઃપર્યાયજ્ઞાનનો વિષયવ્યાપાર તેના અનંતમાં ભાગે હોય છે. (૧-૨૬)
टीका- विशुद्धयादिकृतः अवधिमनः पर्याययोः प्रतिविशेष इति सूत्रसमुदायार्थः, अवयवार्थमाह भाष्यकार: 'विशुद्धिकृत' इत्यादिना विशुद्धया कृतः विशुद्धिकृतः एवं क्षेत्रादिष्वपि योजनीयं एतदेव प्रकटयन्नाह-‘अवधिज्ञानादि' त्यादि, अवधिज्ञानाद्-उक्तलक्षणात् मन:पर्यायज्ञानं विशुद्धतरं, विशुद्धतरता स्वयमेव भाष्यकृदाह-यावन्तियत्परिमाणानि, नियमादनन्तानि, हिरेव इत्यस्यार्थे, यावन्त्येव रूपमेषामस्तीति रूपीणि, प्रदर्शनं चैतद् रूपरसगन्धस्पर्शशब्दवन्ति द्रव्याणि गुणसद्भावात्मकानि अवधिज्ञानी जानीते, पश्यति चेति दृश्यं, तेषामवधिज्ञानिनोपलब्द्धानां रूपिद्रव्याणि यावन्ति मनःपर्यायज्ञानिनो विषयभुवमास्कन्दन्ति तान्यसौ मनः पर्यायज्ञानी विशुद्धतराणि, बहुतरपर्यायाणि जानातीत्यर्थः, तान्यपि च मनोगतानीति मनोव्यापारभाञ्जीत्यर्थः, असञ्चित्यमानानि तु नैव जानीते साक्षात्, 'किञ्चान्यदि’त्ययं