Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૬૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૩ ટીકાર્થ– બોધ ન થવાથી, અર્થાત અયથાર્થબોધ થવાના કારણે સત્ ( વિદ્યમાન) પદાર્થ અને અસ(=અવિદ્યમાન) પદાર્થના ભેદને ન સમજી શકવાથી મિથ્યાષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે.
જ્યાં યથાર્થબોધ કરવાનો અધ્યવસાય છે ત્યાં પણ ઉન્મત્ત માણસની જેમ વિચાર કર્યા વિના જ્ઞાન થવાથી મિથ્યાષ્ટિનું જ્ઞાન અજ્ઞાન જ છે. આ પ્રમાણે સૂત્રનો અર્થ છે. અવયવાર્થને તો “યથોન્મત્ત' ઇત્યાદિથી ભાષ્યકાર કહે છે–
જેવી રીતે વાયુ, પિશાચ આદિથી ગૃહીત ઉન્મત્ત માણસ જ્ઞાનાવરણીયાદિ કર્મના વિપાકથી ઉપહત ઇન્દ્રિય-મતિવાળો થયો છતો વિપરીત ગ્રાહી થાય છે=વસ્તુ જેવા સ્વરૂપે છે તેનાથી વિપરીત રૂપે જાણે છે. એથી જ તે ઉન્મત્ત અશ્વને આ ગાય છે એમ સમજે છે. કારણ કે તે પ્રમાણે બોલે છે. ગાયને આ અશ્વ છે એમ સમજે છે. એ પ્રમાણે માટીના ઢેફાને સુવર્ણ સમજે છે, અને સુવર્ણને માટીનું ઢેકું સમજે છે. ક્યારેક ઢેફાને આ ઢેકું છે એમ સમજે છે. એ પ્રમાણે ક્યારેક સુવર્ણને સુવર્ણ સમજે છે. આ રીતે યથાર્થ બોધ ન થવાથી માટી-સુવર્ણમાં રહેલા ભેદને ન સમજી શકવાથી સંમૂઢચેતનાવાળા ઉન્મત્તને માટી અને સુવર્ણ એ બંનેય પરમાર્થથી તુલ્ય જણાય છે. માટી-સુવર્ણનું દૃષ્ટાંત ગાય-અશ્વનું ઉપલક્ષણ છે, અર્થાત્ માટી-સુવર્ણના દષ્ટાંતથી ગાય-અશ્વનું દૃષ્ટાંત પણ સમજી લેવું. ઉન્મત્તને ગાય-અશ્વ પણ તુલ્ય જણાય છે.
પ્રશ્ન- અહીં એક દૃષ્ટાંતથી સમજાવી શકાતું હોવા છતાં ઘણાં ઉદાહરણો કેમ જણાવ્યાં ?
ઉત્તર–ચેતન-જડ સર્વ પદાર્થોનો સંગ્રહ કરવા માટે, અર્થાત્ ચેતનજડ સર્વ પદાર્થોમાં મિથ્યાદષ્ટિ જીવ સત-અસતના ભેદને સમજી શકતો નથી એમ જણાવવા માટે, ઘણાં ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો છે. ૧. અશ્વ અને ગાયથી સર્વ સચેતન પદાર્થોનો અને ઢેફા-સુવર્ણથી સર્વ અચેતન પદાર્થોનો સંગ્રહ
કરાયેલો જાણવો.