Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૭૩ इति नयवादाश्चित्राः क्वचिद्विरुद्धा इवाथ च विशुद्धाः । लौकिकविषयातीतास्तत्त्वज्ञानार्थमधिगम्याः ॥५॥ ॥१-३५॥ इति तत्त्वार्थाधिगमसूत्रे स्वोपज्ञभाष्यसमेते प्रथमोऽध्यायः समाप्तः ॥
નૈગમ અને શબ્દનયના ભેદો ભાષ્યાર્થ– સૂત્રમાં જણાવેલા ક્રમ પ્રમાણે આદ્ય શબ્દથી નૈગમનને કહે છે.
નૈગમનય દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી એમ બે પ્રકારે છે. શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એમ ત્રણ પ્રકાર છે. પ્રશ્ન- આ નયોનું લક્ષણ શું છે?
ઉત્તર–શૈગમનય– નિગમ એટલે દેશ. જે દેશમાં જે શબ્દનો પ્રયોગ થયો હોય અને તે શબ્દનો જે અર્થ થતો હોય તેનું જ્ઞાન થવું તે નૈગમનય છે. નૈગમનયના દેશ પરિગ્રાહી અને સમગ્ર પરિગ્રાહી એમ બે ભેદ છે. (દશ પરિગ્રાહી એટલે વિશેષ પરિગ્રાહી અને સમગ્ર પરિગ્રાહી એટલે સામાન્ય પરિગ્રાહી. દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભય
સ્વરૂપવાળી છે. જેમકે ઘટ એ સામાન્ય છે અને લાલઘટ, કૃષ્ણઘટ વગેરે વિશેષ છે. કોઇપણ વિશેષતા વિના કોઈ પ્રકારનો ઘડો જોઇતો હોય ત્યારે ઘડો લાવ એમ બોલાય છે, પણ જયારે અમુક જ વિશેષ પ્રકારનો ઘડો જોઈતો હોય ત્યારે લાલ ઘડો લઈ આવ કે કાળો ઘડો લઈ આવ ઇત્યાદિ પ્રયોગ થતો હોય છે. આ બે પ્રકારના વસ્તુના સ્વરૂપમાંથી સામાન્યને ગ્રહણ કરનાર નૈગમનય સમગ્ર પરિગ્રાહી છે અને વિશેષને ગ્રહણ કરનાર નૈગમનય દેશપરિગ્રાહી છે.
સંગ્રહનય– સર્વવિશેષનો સામાન્યથી એક રૂપે ગ્રહણ કરનાર નય સંગ્રહાય છે. (જેમ કે ચેતન અને જડ એ બંને પદાર્થો ભિન્ન છે પણ સંગ્રહનય સત્ તરીકે બંનેનો સંગ્રહ કરે છે, અર્થાત્ સત્ તરીકે બંનેને સમાન માને છે જુદા માનતો નથી.)
વ્યવહારનય– (i) લૌકિકસમ– વ્યવહારનય લૌકિકસમ છે. જેમ લોકમાં વસ્તુના વિશેષ અંશને ગ્રહણ કરીને વ્યવહાર થાય છે તેમ જ