Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫
ઋજુસૂત્ર– વર્તમાનકાળમાં જ વિદ્યમાન ઘડાઓમાં આ ઘટ છે એવો બોધ તે ઋજુસૂત્ર નય છે.
૨૭૬
સાંપ્રત— વર્તમાનકાળમાં જ વિદ્યમાન અને પૂર્વપ્રસિદ્ધ એવા નામાદિમાંથી કોઇ એકના વાચક શબ્દોમાં તેવા પ્રકારની વસ્તુનો ઘટ એવો જે બોધ તે સાંપ્રત નય છે.
સમભિરૂઢ– વર્તમાનકાળમાં વિદ્યમાન ઘટાદિ પદાર્થોના નામનું(=વાચક શબ્દોનું) સંક્રમણ ન થવું, અન્ય વાચકમાં પ્રવૃત્તિ ન થવી તે સમભિરૂઢ છે. ઘટાદિના પ્રકારથી કૂટ ન કહેવાય (ઘટાદિ જ કહેવાય), અર્થાત્ ઘટ શબ્દથી ફૂટ ન કહેવાય (ઘટ શબ્દથી ઘટ જ કહેવાય). કેમ કે બંનેનું પ્રવૃત્તિ નિમિત્ત ભિન્ન છે. (ઘટનું પ્રવૃત્તિ નિમિત્ત ચેષ્ટા છે, ફૂટનું પ્રવૃત્તિ નિમિત્ત ફૂટન છે.)
અહીં અધ્યવસાયનો અર્થ જ્ઞાન છે. આમ છતાં જ્ઞાનના ઉત્પાદક નામને(=શબ્દને) પણ ઉપચારથી અધ્યવસાય કહેવાય. આથી વિતર્ક ધ્યાનની જેમ અધ્યવસાયનો નામ(=શબ્દ) અર્થ કર્યો છે.
એવંભૂત– સમભિરૂઢથી સ્વીકૃત ઘટાદિ પદાર્થોના જે વ્યંજન(=શબ્દ) અને અર્થ એ બેની અન્યોન્યની અપેક્ષાથી અર્થને ગ્રહણ કરવું તે એવંભૂત નય છે.
પ્રશ્ન– એક પદાર્થમાં જુદો જુદો બોધ થવાથી વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગ આવશે.
ઉત્તર– વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગ ન આવે. તે આ પ્રમાણે- બધું એક જ છે. કેમ કે સત્ રૂપે કોઇમાં ભેદ નથી, અર્થાત્ બધા જ સત્ છે. બધી વસ્તુઓ બે છે. કેમ કે બધી વસ્તુઓ જીવ સ્વરૂપ કે અજીવ સ્વરૂપ છે. (જીવ કે અજીવથી ત્રીજી કોઇ વસ્તુ નથી.) બધી વસ્તુઓ ત્રણ છે. કારણ કે દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણમાં બધાનો સમાવેશ થઇ જાય છે. બધી. વસ્તુઓ ચાર છે. કારણ કે બધી વસ્તુઓનો ચક્ષુદર્શન વગેરે ચારમાં સમાવેશ થઇ જાય છે. બધી વસ્તુઓ પાંચ છે. કેમ કે બધી વસ્તુઓનો