Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૦૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ એવંભૂતનયનું સ્વરૂપ એવંભૂત–એવંભૂતનયનું લક્ષણ આ છે- “ચનાર્થયોરેવંપૂત” તિ, વ્યંજન એટલે શબ્દ. અર્થ એટલે શબ્દથી અભિધેય. (જેમકે ઘટ એવો શબ્દ છે. એ ઘટ શબ્દથી અભિધેય ઘટ વસ્તુ અર્થ છે.) વ્યંજન અને અર્થ એ બેનો પર્વ એટલે એ પ્રમાણે મૂત એટલે થયેલો, અર્થાત્ વ્યંજન અને અર્થ એ બેનો એ પ્રમાણે થયેલો યથાર્થ(=સાચો અથ) એ એવંભૂત છે. એ પ્રમાણેકપર્યાયના અભાવવાળામાં વાચ્ય-વાચક સંબંધ હોય અને પ્રવૃત્તિનિમિત્તની સત્તામાં થયેલો જે યથાર્થ(=સાચો અર્થ) તે એવંભૂત છે. જેમકે, ઘટ શબ્દ કટાર્થનો વાચક નથી, કેમકે ઘટ શબ્દમાં કૂટાર્થના પ્રવૃત્તિનિમિત્તનો અભાવ છે. એ પ્રમાણે ઘટ શબ્દ (જલાહરણાદિ) ચેષ્ટારહિત ઘટ અર્થનો વાચક પણ નથી. એથી જે જે પદાર્થ પણ તેની ક્રિયાથી(=જલાહરણાદિ ક્રિયાથી) રહિત છે-શબ્દાનુસાર પ્રવૃત્તિથી રહિત છે તે પદાર્થ (સ:=) યથાર્થ નથી–ઘટશબ્દથી વાચ્ય નથી. કેમકે ઘટ શબ્દનો અર્થ જણાઈ રહ્યો નથી. આથી ઘટે જ્યારે સ્ત્રીના મસ્તકે રહેલો હોય, જલાદિ લાવવાની ક્રિયા કરતો હોય, ત્યારે જ ઘટ કહેવાય છે=ઘટવાચક પણ ઘટ શબ્દ ત્યારે જ (કચ્છ=) ઘટનો વાચક બને છે તેને ઘટ કહે છે. આવા પ્રકારનો અધ્યવસાય એવંભૂતનય છે.
[૭. એવંભૂતનય– જે નય વસ્તુમાં જ્યારે શબ્દની વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને સંબોધે તે એવંભૂતનય. આ નય ગાયક તેને જ કહેશે કે જે વર્તમાનમાં ગાયન ગાતો હોય. ગાયક
જ્યારે ગાયન સિવાયની ક્રિયા કરતો હોય ત્યારે તેને આ નય ગાયક નહિ કહે. રસોઇયો જ્યારે રસોઈ બનાવતો હોય ત્યારે જ તેને રસોઇયો કહેવાય. નૃપ માણસોનું રક્ષણ કરી રહ્યો હોય ત્યારે જ નૃપ કહેવાય. રાજા રાજચિહ્નોથી શોભી રહ્યો હોય ત્યારે જ રાજા કહેવાય.
આ પ્રમાણે આ નય ક્રિયાભેદથી વ્યુત્પત્તિસિદ્ધ અર્થના ભેદથી અર્થભેદ માને છે. જે શબ્દનો જે અર્થ હોય તે અર્થમાં તે શબ્દની વ્યુત્પત્તિથી જે ક્રિયા જણાય તે ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે અર્થ માટે તે શબ્દનો પ્રયોગ કરવો જોઈએ એમ આ નય માને છે.]