Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૨૯૫ (=સ્વીકાર) કરવાથી સામ્રત કહેવાય છે. પર્યાયવાચી શબ્દોના) વિવિધ અર્થોને ગ્રહણ કરવાથી સમભિરૂઢ કહેવાય છે. જે શબ્દનો જે અન્વર્થ છે તે યથાભૂત અન્વર્થનો ગ્રાહકનય સમભિરૂઢ નયછે. કેમકે આ નય અન્વર્થની પ્રધાનતાવાળો છે. રૂતિ શબ્દ સમુચ્ચય અર્થમાં કે પરિસમાપ્તિના અર્થમાં છે.
નૈગમનયનું સ્વરૂપ “ગઢા” ત્યાદિ, આ અધિકારમાં અન્ય પ્રશ્ન કરે છે કે, આ નિંગમાદિ નયોનું લક્ષણ શું છે? પ્રશ્નનો ઉત્તર કહેવાની ઇચ્છાથી કહે છે- “મત્રોચતે નિકાપુ” ફત્યાદિ, નૈગમ-નિશ્ચયથી જણાય છે, ઉચ્ચારાય છે, પ્રયોજાય છે શબ્દો જેમાં તે નિગમ. નિગમ એટલે દેશ. નિગમોમાં દેશોમાં કહેલા–ઉચ્ચારેલા જે ઘટાદિ શબ્દો અને ઉચ્ચારેલા ઘટાદિ શબ્દોના જલ આનયનાદિ કાર્ય કરવામાં સમર્થ એવા ઘટાદિ અર્થો(=પદાર્થો)નું પરિજ્ઞાન એ વાચ્ય-વાચક ભાવથી શબ્દાર્થનું પરિણાન, અર્થાતુ આ શબ્દનો આ અર્થ છે, અને આ અર્થ માટે આ શબ્દનો પ્રયોગ કરાય છે એ રીતે વાચ્ય-વાચક ભાવથી શબ્દાર્થનું જે પરિજ્ઞાન તે દેશસમગ્રગ્રાહી નૈગમનાય છે. અંશ રૂપ હોવાથી જ દેશ એટલે વિશેષ. સંપૂર્ણમાં વ્યાપ્ત( ફેલાયેલો હોવાથી સમગ્ર એટલે સામાન્ય. નૈગમનય વિશેષ અને સામાન્યને ગ્રહણ કરે છે. સુવર્ણનો ઘટ છે એવું કથન દેશગ્રાહી નૈગમનયથી છે. ઘટ એવું કથન સમગ્રગ્રાહી નૈગમનયથી છે. અહીં સામાન્ય અને વિશેષ એ ઉભયનો સ્વીકાર હોવા છતાં નય જ છે. કેમકે સ્વવિષયની પ્રધાનતા છે, અર્થાત્ દેશગ્રાહી નૈગમનયમાં વિશેષની પ્રધાનતા છે અને સમગ્રગ્રાહી નૈગમનયમાં સામાન્યની પ્રધાનતા છે.
[1.નૈગમનય – આ નયની અનેક દૃષ્ટિઓ છે. ગમ એટલે દૃષ્ટિજ્ઞાન. જેની અનેક દૃષ્ટિઓ છે તે નૈગમ. વ્યવહારમાં થતી લોકરૂઢિ આ ૧. “સોડમúyપ: આ પદોનો અર્થ લખવામાં વાક્ય રચના ક્લિષ્ટ બને, એથી અનુવાદમાં
તેનો અર્થ કર્યો નથી. તેનો અર્થ આ પ્રમાણે છે- જે આ વિસ્તાર છે, અર્થાત્ ઘટાદિ શબ્દો. ઘટાદિ શબ્દોના અર્થો એમ શબ્દાર્થ પરિજ્ઞાન એ બધુ દેશ-સમગ્રાહી નૈગમનાય છે. ૨. કાંઉસવાળું આ લખાણ, હવે પછી પણ આવનારું કાઉસનું નયસંબંધી લખાણ
“તાથધિગમસૂત્ર”ના મારા (આ. રાજશેખરસૂરિ) કરેલા વિવેચનમાંથી અહીં લીધું છે.