Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૦૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ [૪. ઋજુસૂત્રનય– જે નય કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે તે ઋજુસૂત્રનય. આ નય વસ્તુના વર્તમાન પર્યાયને જ માન્ય રાખે છે. અતીત અને અનાગત પર્યાયોને તે માન્ય નથી રાખતો.
આ નય વર્તમાનમાં જે શેઠાઈ ભોગવતો હોય તેને જ શેઠ કહે છે, જ્યારે વ્યવહારનય વર્તમાનમાં તે શેઠાઈ ન ભોગવતો હોય પણ ભૂતકાળમાં તેણે શેઠાઈ ભોગવી હતી એ દૃષ્ટિએ તેને વર્તમાનમાં પણ શેઠ કહેશે.
ઋજુસૂત્રનય જે વર્તમાનમાં રાજ્યનો માલિક હોય તેને જ રાજા કહે છે. જ્યારે વ્યવહારનય જે ભવિષ્યમાં રાજયનો માલિક બનવાનો છે તેને પણ રાજા કહે છે. આ પ્રમાણે વ્યવહારનયની અપેક્ષાએ ઋજુસૂત્રનય સૂક્ષ્મ છે.]
શબ્દનયનું સ્વરૂપ શબ્દ– શબ્દના લક્ષણને કહે છે- યથાર્થ કહેવું, અર્થાત્ (નામઘટ, સ્થાપનાઘટ અને દ્રવ્યઘટને છોડીને) ભાવઘટને ઘટ કહેવો તે શબ્દનય છે, અર્થાત્ શબ્દને આશ્રિત અધ્યવસાય શબ્દનાય છે. આ નય સમાન લિંગ, સંખ્યા, પુરુષ, કાળ અને વચનમાં સમાન અર્થ માને છે. (આનો અર્થ એ થયો કે લિંગ, સંખ્યા, પુરુષ, કાળ અને વચનના ભેદથી અર્થભેદ માને છે.)
લિંગભેદ–આથી શબ્દનયના મતેસ્વાતિઃ(પુલ્લિગ), તારા(સ્ત્રીલિંગ), નક્ષત્રમ્ (નપુંસકલિંગ) તથા : (પુલ્લિગ), વ (સ્ત્રીલિંગ), વનં (નપુંસકલિંગ) આમ લિંગભેદથી અવસ્તુ છેઃભિન્ન વસ્તુ છે. (સંખ્યા–ગાય, ગાયો, માણસ, માણસો વગેરેના અર્થ ભિન્ન ભિન્ન છે.)
પુરુષ–સ પતિ (ત્રીજો પુરુષ), વં પણિ (બીજો પુરુષ), આદું પવમ (પહેલો પુરુષ) આ રીતે પુરુષના ભેદથી અર્થભેદ માને છે.
કાળ– અનિષ્ટોમ યાજ્ઞિકનો પુત્ર યતિ થશે એમ કાળના ભેદથી અર્થભેદ માને છે.