Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫
'ज्ञस्वाभाव्यादिति पूर्ववत्, जीवः - आत्मा, मिथ्यादृष्टिर्न चाप्यज्ञोऽस्ति जीव एव इत्यादि ||३|| 'इति नयवादाश्चित्रा' नैगमादिभेदेन क्वचिद्वस्त्वंशे स्वरुचिगृहीते विरुद्धा इव लक्ष्यन्ते, विशेषे कथं सामान्यं ? सामान्ये वा विशेष ?, इत्यादि, अथ च विशुद्धा एते, विशेषस्य सामान्याननुविद्धस्यासत्त्वात् सामान्यस्य विशेषाननुविद्धस्येति प्रपञ्चितमेतदन्यत्र, एते च 'लौकिकविषयातीता' इति लौकिकानां - वैशेषिकादीनां विषयाः-शास्त्राणि तान्यतीताः-अतिक्रान्ताः अवधृतस्वरूपत्वेन तदसम्भवात् एते च तत्त्वज्ञानार्थं सद्भूतसर्वदोषरहितज्ञानाय अधिશમ્યા-જ્ઞેયા:, વર્શનજ્ઞાનાર્થમિત્યર્થ: ૫-રૂા
इति हरिभद्रसूरि विरचितायां तत्त्वार्थवृत्तिटीकायां डुपडुपिकाभिधानायां तत्त्वार्थाटीकायां प्रथमोऽध्यायः समाप्तः ॥
નૈગમનયના બે ભેદ
૨૯૪
ટીકાર્થ– આદિમાં થનાર આદ્ય કહેવાય. જે કહે તે શબ્દ. આદ્ય અને શબ્દ એ બે નયોના અનુક્રમે બે અને ત્રણ ભેદ છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને ભાષ્યકાર “આદ્ય” રૂત્યાદ્રિ, ગ્રંથથી કહે છેઆદ્ય એવા પદથી પૂર્વોક્ત નૈગમ-સંગ્રહ ઇત્યાદિ સૂત્રમાં કહેલાં ક્રમના અનુસારથી નૈગમનયને કહે છે, અર્થાત્ આદ્ય એટલે નૈગમનય. નૈગમનયના બે ભેદ છે. બે ભેદને કહે છે- દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી. દેશ એટલે પરમાણુ આદિમાં રહેલ વિશેષ, વિશેષમાં ફેલાઇ જવાનો જેનો સ્વભાવ છે તે દેશપરિક્ષેપી, અર્થાત્ વિશેષને જાણવાના સ્વભાવવાળો. સર્વ એટલે સામાન્ય. સામાન્યમાં ફેલાનારો હોવાથી સામાન્યમાં ફેલાઇ જવાનો જેનો સ્વભાવ છે તે સર્વપરિક્ષેપી, અર્થાત્ સામાન્યગ્રાહી= સામાન્યને જાણવાના સ્વભાવવાળો. બે 7 શબ્દ દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી એ બંનેની અલગ અલગ સ્વતંત્રતાને જણાવનારા છે. શબ્દનયના ત્રણ ભેદ
શબ્દનયના ત્રણ ભેદ છે. ત્રણ ભેદોને “સામ્પ્રત’” હત્યાથિી ભાષ્યકાર કહે છે- (સામ્પ્રત એટલે વર્તમાનકાળ.) સામ્પ્રતકાળની વસ્તુનો આશ્રય