SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ ઋજુસૂત્ર– વર્તમાનકાળમાં જ વિદ્યમાન ઘડાઓમાં આ ઘટ છે એવો બોધ તે ઋજુસૂત્ર નય છે. ૨૭૬ સાંપ્રત— વર્તમાનકાળમાં જ વિદ્યમાન અને પૂર્વપ્રસિદ્ધ એવા નામાદિમાંથી કોઇ એકના વાચક શબ્દોમાં તેવા પ્રકારની વસ્તુનો ઘટ એવો જે બોધ તે સાંપ્રત નય છે. સમભિરૂઢ– વર્તમાનકાળમાં વિદ્યમાન ઘટાદિ પદાર્થોના નામનું(=વાચક શબ્દોનું) સંક્રમણ ન થવું, અન્ય વાચકમાં પ્રવૃત્તિ ન થવી તે સમભિરૂઢ છે. ઘટાદિના પ્રકારથી કૂટ ન કહેવાય (ઘટાદિ જ કહેવાય), અર્થાત્ ઘટ શબ્દથી ફૂટ ન કહેવાય (ઘટ શબ્દથી ઘટ જ કહેવાય). કેમ કે બંનેનું પ્રવૃત્તિ નિમિત્ત ભિન્ન છે. (ઘટનું પ્રવૃત્તિ નિમિત્ત ચેષ્ટા છે, ફૂટનું પ્રવૃત્તિ નિમિત્ત ફૂટન છે.) અહીં અધ્યવસાયનો અર્થ જ્ઞાન છે. આમ છતાં જ્ઞાનના ઉત્પાદક નામને(=શબ્દને) પણ ઉપચારથી અધ્યવસાય કહેવાય. આથી વિતર્ક ધ્યાનની જેમ અધ્યવસાયનો નામ(=શબ્દ) અર્થ કર્યો છે. એવંભૂત– સમભિરૂઢથી સ્વીકૃત ઘટાદિ પદાર્થોના જે વ્યંજન(=શબ્દ) અને અર્થ એ બેની અન્યોન્યની અપેક્ષાથી અર્થને ગ્રહણ કરવું તે એવંભૂત નય છે. પ્રશ્ન– એક પદાર્થમાં જુદો જુદો બોધ થવાથી વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગ આવશે. ઉત્તર– વિરુદ્ધજ્ઞાનનો પ્રસંગ ન આવે. તે આ પ્રમાણે- બધું એક જ છે. કેમ કે સત્ રૂપે કોઇમાં ભેદ નથી, અર્થાત્ બધા જ સત્ છે. બધી વસ્તુઓ બે છે. કેમ કે બધી વસ્તુઓ જીવ સ્વરૂપ કે અજીવ સ્વરૂપ છે. (જીવ કે અજીવથી ત્રીજી કોઇ વસ્તુ નથી.) બધી વસ્તુઓ ત્રણ છે. કારણ કે દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણમાં બધાનો સમાવેશ થઇ જાય છે. બધી. વસ્તુઓ ચાર છે. કારણ કે બધી વસ્તુઓનો ચક્ષુદર્શન વગેરે ચારમાં સમાવેશ થઇ જાય છે. બધી વસ્તુઓ પાંચ છે. કેમ કે બધી વસ્તુઓનો
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy