________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૭૭ ધર્માસ્તિકાય વગેરે પાંચ કાયમાં સમાવેશ થઈ જાય છે. બધી વસ્તુઓ છ છે. કેમ કે બધી વસ્તુઓનો છ દ્રવ્યમાં સમાવેશ થઈ જાય છે. જેમ આ જ્ઞાનો વિરુદ્ધ જ્ઞાનો થતા નથી- અન્યોન્ય બોધ રૂપ છે. તેવી રીતે આ નયવાદો અન્યોન્ય બોધ રૂપ છે. વળી બીજું- જેવી રીતે મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાનોથી ધર્માસ્તિકાય વગેરે પાંચ કાયોનો કોઈ એક અર્થ જુદો જુદો ગણાય છે. કેમ કે તે જ્ઞાનોમાં પર્યાય વિશુદ્ધિના ભેદથી ઉત્કર્ષ છે. જેમ આ જ્ઞાનો વિરુદ્ધ જ્ઞાનો નથી તેમ નયવાદો વિરુદ્ધ જ્ઞાનો નથી. અથવા જેમ પ્રત્યક્ષ અનુમાન-ઉપમાન અને આગમ એ પ્રમાણોથી કોઈ એક અર્થ જણાય છે. કેમ કે દરેક પ્રમાણનો પોતાનો વિષય નિશ્ચિત છે. જેમ તે જ્ઞાનો વિરુદ્ધ જ્ઞાનો નથી તેમ નયવાદો વિરુદ્ધ જ્ઞાનો નથી.
જુદા જુદા દેશોમાં ઉચ્ચારાતા (વપરાતા) શબ્દો અને અર્થોના એક (વિશેષરૂપ) અનેક(=સામાન્યરૂપ) પદાર્થોને પ્રકાશન કરવાના પ્રકારોના (પ્રકાશન કરવાની રીતના) બોધની અપેક્ષાવાળો દેશગ્રાહી અને સમગ્રગ્રાહી એમ બે પ્રકારે નૈગમનય જાણવો. (૧)
સામાન્યમાં, સામાન્ય-વિશેષમાં કે વિશેષમાં સંગ્રહ કરેલ વચનરૂપ જ્ઞાનને નયભેદોના જાણકાર પુરુષે સંગ્રહમાં નિયત થયેલો જાણવો. (૨)
સમુદાય, વ્યક્તિ, આકૃતિ, સત્તા(સામાન્ય), સંજ્ઞા વગેરેના નિશ્ચયની અપેક્ષાવાળો તથા લોકોપચારમાં નિયત થયેલો અને વિસ્તૃત અર્થવાળો, આવા નયને વ્યવહારનય જાણવો. (૩)
વર્તમાનકાળના પદાર્થને ગ્રહણ કરનાર નયને સંક્ષેપથી ઋજુસૂત્ર નય જાણવો. યથાર્થશબ્દવાળો યથાર્થશબ્દના પ્રયોગવાળો અને (વિશેષતાવંત્ર)જેના નામાદિ વિશેષતાવાળા કરાયેલા છે તે નયને શબ્દનય જાણવો. (૪)
પ્રશ્ન- જીવ, નોજીવ, અજીવ, નોઅજીવ એ પ્રમાણે ઉચ્ચારાયે છતે નૈગમાદિ નિયોમાંથી કયા નયથી કયો અર્થ જણાય છે ?