________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫
ઉત્તર– જીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે દેશગ્રાહી નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સાંપ્રત અને સમભિરૂઢ નયથી પાંચેય ગતિમાં રહેલો કોઇ એક જીવ જણાય છે.
૨૭૮
પ્રશ્ન- શાથી ?
ઉત્તર– આ નયો જીવને આશ્રયીને ઔપશમિકાદિ ભાવોથી યુક્ત પદાર્થને ગ્રહણ કરનારા છે.
નોજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે અજીવદ્રવ્ય અથવા જીવદ્રવ્યના દેશ અને પ્રદેશ જણાય છે.
અજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે અજીવ દ્રવ્ય જ જણાય છે. નોઅજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે જીવ જ અથવા તેના દેશ અને પ્રદેશ જણાય છે.
એવંભૂત નયથી તો જીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે ભવમાં રહેલો જીવ જણાય છે. (શાથી ?) આ નય જીવને આશ્રયીને ઔદિયક ભાવને જ ગ્રહણ કરનાર છે. જે જીવે તે જીવ, અર્થાત્ જે પ્રાણોને ધારણ કરે તે જીવ. તે(=પ્રાણોને ધા૨ણ ક૨વા રૂપ) જીવન સિદ્ધમાં નથી હોતું તેથી ભવમાં રહેલો જ જીવ જણાય છે.
નોજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે અજીવદ્રવ્ય કે સિદ્ધજીવ જણાય છે.
અજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે અજીવદ્રવ્ય જ જણાય છે. નોઅજીવ એવા પદનું ઉચ્ચારણ કરાયે છતે ભવમાં રહેલો જ જીવ જણાય છે. કેમ કે આ નય સંપૂર્ણ અર્થને ગ્રહણ કરનારો હોવાથી આ નય વડે દેશ અને પ્રદેશ ગ્રહણ કરાતા નથી.
એ પ્રમાણે “નીવૌ” એમ દ્વિવચનમાં અને “નીવા:” એમ બહુવચનમાં ઉચ્ચારાયે છતે આ રીતે જાણવું.
સર્વ (ગ્રાહી) સંગ્રહનયમાં તો નીવો, નોનીવ:, અનીવો, નોમનીવ:, નીવૌ, નોનીવૌ, અનીવૌ અને નોમનીનો આ પ્રમાણે એકવચન અને દ્વિવચનમાં ઉચ્ચાર કરાયે છતે શૂન્ય છે. સંગ્રહનયને આ વિકલ્પો ઇષ્ટ