________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૭૯ નથી. (શાથી?) આ(=સર્વગ્રાહી સંગ્રહ)નય જીવોની અનંત સંખ્યા હોવાથી બહુવચનને જ ઇચ્છે છે. કારણ કે આ નય યથાર્થ પદાર્થને ગ્રહણ કરે છે. શેષ નયો તો જાતિની અપેક્ષાએ એકમાં બહુવચન અને બહુમાં બહુવચન માને છે. કારણ કે બાકીના નયો બહુવચન વગેરે બધાય વચનોથી ઉચ્ચારણ કરાયેલા વિકલ્પોને ગ્રહણ કરનારા છે.
આ પ્રમાણે સર્વ પદાર્થોમાં નયવાદોથી બોધ કરવો. પ્રશ્ન- વિપર્યયથી સહિત પાંચ જ્ઞાનોમાં ક્યો નય ક્યા જ્ઞાનનો આશ્રય કરે છે(=સ્વીકારે છે) ?
ઉત્તર- નૈગમ વગેરે ત્રણ નયો બધાય=આઠેય જ્ઞાનોનો આશ્રય (સ્વીકાર) કરે છે. ઋજુસૂત્ર નય મતિજ્ઞાન અને મત્યજ્ઞાન એ બેને છોડીને છ જ્ઞાનોનો આશ્રય કરે છે.
પ્રશ્ન- ઋજુસૂત્ર નય શા કારણથી મતિજ્ઞાન અને મત્યજ્ઞાનનો આશ્રય કરતો નથી? ઉત્તર- મતિજ્ઞાન વિપર્યય સહિત શ્રુતજ્ઞાનને ઉપગ્રહ કરે છે. શબ્દનયતો શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એ બે જ્ઞાનનો જ આશ્રય કરે છે. પ્રશ્ન- શબ્દનય કયા કારણથી શ્રુત અને કેવલજ્ઞાન સિવાયના જ્ઞાનોનો આશ્રય કરતો નથી?
ઉત્તર– મતિ, અવધિ, મન:પર્યાય એ ત્રણ જ્ઞાનો શ્રુતને જ ઉપગ્રહ કરે છે માટે શબ્દનય તેનો (શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન સિવાયનો) આશ્રય કરતો નથી. તથા સર્વ જીવોનો સામાન્ય રૂપે અને વિશેષરૂપે જાણવાનો સ્વભાવ હોવાથી આના મતે કોઈ જીવ મિથ્યાષ્ટિ કે અજ્ઞાન નથી તેથી પણ વિપર્યયવાળા જ્ઞાનોનો આશ્રય કરતો નથી. આથી (કોઈ જીવ મિથ્યાદષ્ટિ કે અજ્ઞાન ન હોવાથી) પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ પ્રામાણની અનુજ્ઞા આપે છે=પ્રામાણ્યને સ્વીકારે છે. કહ્યું છે કેએકાWપદોને, અર્થપદોને, વિધાનને, ઈષ્ટને, શાસ્ત્રોક્ત યુક્તિ વગેરેને જાણીને સર્વત્ર નામાદિથી વિન્યાસ(=રચના) કરીને નયો વડે જીવાદિ સાત તત્ત્વોની વિચારણા કરવી જોઈએ. કારિકા (૧).