________________
સૂત્ર-૩૫
૨૮૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ પ્રારંભના નૈગમ, સંગ્રહ, વ્યવહાર એ ત્રણ નયો વિભંગ સુધીના આઠ પ્રકારના જ્ઞાન (૫ જ્ઞાન + ૩ અજ્ઞાન)ને સ્વીકારે છે. સામાન્યથી સમ્યદૃષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન છે, મિથ્યાષ્ટિનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. કારિકા (૨)
ઋજુસૂત્ર નય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન સિવાય છ જ્ઞાનને સ્વીકારે છે. શ્રુતનો ઉપકારક હોવાથી અને શ્રુતથી અભિન્ન હોવાથી આ નય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને સ્વીકારતો નથી. શબ્દનય શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને સ્વીકારે છે. મતિ આદિ અન્યને સ્વીકારતો નથી. કેમકે અન્ય જ્ઞાનો શ્રુતનું અંગ છે. કારિકા (૩)
શબ્દનય મિથ્યાષ્ટિને અને અજ્ઞાનને સ્વીકારતો નથી. કારણ કે શબ્દનયના મતે કોઈ જીવ અજ્ઞાન નથી, જીવનો જાણવાનો સ્વભાવ હોવાથી કોઈ જીવ મિથ્યાદષ્ટિ નથી અને અજ્ઞાન પણ નથી. કારિકા (૪)
આ પ્રમાણે નયવાદો નૈગમાદિ ભેદોથી વિવિધ પ્રકારના છે. સ્વરૂચિથી ગ્રહણ કરેલી વસ્તુના અંશમાં જાણે વિરુદ્ધ હોય તેવા જણાય છે. આમ છતાં તે નયવાદો વિશુદ્ધ છે. આ નયવાદો લૌકિક શાસ્ત્રોને ઓળંગી ગયા છે, અર્થાત્ વૈશેષિકાદિ લૌકિક શાસ્ત્રોમાં નયોનું વર્ણન નથી. વસ્તુના સત્ય સ્વરૂપના જ્ઞાન માટે, અર્થાત્ સ્વાર દર્શનના બોધ માટે આ નયવાદો જાણવા જોઇએ. કારિકા (૫)
આ પ્રમાણે સ્વોપજ્ઞ ભાષ્યયુક્ત તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પહેલો અધ્યાય પૂર્ણ થયો. (૧-૩૫)
टीका- आदौ भवः आद्यः, शब्दनाच्छब्दः, आद्यश्च शब्दश्च आद्यशब्दौ, नयौ द्वित्रिभेदाविति सूत्रसमुदायार्थः । अवयवार्थमाह'आद्य' इत्यादिना ग्रन्थेन, आद्य इति सूत्रक्रमप्रामाण्यात् यथोपन्यासात् नैगमसंग्रहेत्यादिपाठात् नैगमनयं ब्रवीति, स द्विभेदः, असौ यो नैगमः द्विभेदः द्वौ भेदौ अस्येति द्विभेदः, भेदावेवाह-'देशपरिक्षेपी च, सर्वपरिक्षेपी च' देश:-विशेषः परमाण्वादिगतस्तं परिक्षेप्तुं शीलमस्येति देशपरिक्षेपी, विशेषग्राहीत्यर्थः, सर्व-सामान्यं तद्व्यापित्वात् तत्