Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૬૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૩ ઇન્દ્રિયનિમિત્ત એવા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દોને યથાવસ્થિત પોતે જાણે છે અને બીજાઓને તે પ્રમાણે ઉપદેશ આપે છે. શીતાદિક સ્પર્શને આ સ્પર્શ આવો છે એમ જાણે છે અને બીજાઓને કહે છે. તિક્ત વગેરે રસને આ રસ આવો છે એમ જાણે છે અને બીજાઓને કહે છે. એ પ્રમાણે ગંધ, રૂપ અને શબ્દોને અવિપરીતપણે જાણે છે અને બીજાઓને કહે છે. તેથી આપે કહેલી વાત કેવી રીતે ઘટે ? બાધક જ્ઞાન વિના મિથ્યાષ્ટિઓનાં જ્ઞાન અયથાર્થગ્રાહી છે એમ ન કહી શકાય.
અહીં ગુરુવર્ગ કહે છે- મિથ્યાદષ્ટિ જીવોનું પ્રસ્તુત જ્ઞાન મિથ્યાત્વરૂપ ગ્રહના આવેશવાળું હોવાથી વિપરીત છે. એથી અજ્ઞાન જ છે. (૧-૩૨)
टीकावतरणिका- तथा चाह सूत्रकारःટીકાવતરણિતાર્થ– સૂત્રકાર તે પ્રમાણે કહે છે– મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કેમ?सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् ॥१-३३॥ સૂત્રાર્થ– પોતાની મતિ પ્રમાણે અર્થ કરવાથી ઉન્મત્તની જેમ સ( વિદ્યમાન) પદાર્થની અને અસ(=અવિદ્યમાન) પદાર્થની વિશેષતા ન સમજી શકવાથી મિથ્યાષ્ટિનું મતિ આદિ જ્ઞાન અજ્ઞાન
સ્વરૂપ છે. (૧-૩૩) ___ भाष्यं- यथोन्मत्तः कर्मोदयादुपहतेन्द्रियमतिविपरीतग्राही भवति । सोऽश्वं गौरित्यध्यवस्यति गां चाश्व इति, लोष्टं सुवर्णमिति सुवर्णं लोष्ट इति, लोष्टं च लोष्ट इति सुवर्णं सुवर्णमिति, तस्यैवमविशेषेण लोष्टं सुवर्ण सुवर्णं लोष्टमिति विपरीतमध्यवस्यतो नियतमज्ञानमेव भवति । तद्वन्मिथ्यादर्शनोपहतेन्द्रियमतेर्मतिश्रुतावधयोऽप्यज्ञानं भवन्ति ॥१-३३॥
ભાષ્યાર્થ– કર્મના ઉદયથી જેની ઇન્દ્રિયો અને મતિ હણાઈ ગયા છે એવો ઉન્મત્ત પુરુષ પદાર્થને વિપરીત ગ્રહણ કરે છે. જેમ કે તે અને ગાય કહે છે, ગાયને અશ્વ કહે છે. માટીના ઢેફાને સુવર્ણ કહે છે અને સુવર્ણને ૧. ઇન્દ્રિયનિમિત્ત એટલે જાણવામાં સ્પર્શન આદિ ઇન્દ્રિયોની અપેક્ષાવાળા.